ભારતમાં ફાઇવજી નેટવર્ક સોલ્યુશન શરૃ કરવા માટે ભારતી એરટેલ અને ટાટા ગુ્રપે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. બંને કંપનીઓ તરફથી જારી કરવામાં આવેલા સંયુકત નિવેદન અનુસાર ટાટા જૂથે ઓ-આરએન(ઓપન રેડિયો એક્સેસ નેટવર્ક) આધારિત રેડિયો અને એનએસએ/એસએ (નોન-સ્ટેન્ડઅલોન/સ્ટેન્ડઅલોન) કોર વિકસિત કર્યુ છે.
બંને કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર જાન્યુઆરી, ૨૦૨૨થી કોમર્શિયલ ડેવલોપમેન્ટ શરૃ કરવામાં આવશે. ટાટા કન્સલટન્સી સર્વિસીસ(ટીસીએસ) ગ્લોબલ સિસ્ટમ ઇન્ટેગ્રેશન એક્સપર્ટાઇઝ પૂરુ પાડશે.આ ઉપરાંત એરટેલ સરકારના નિયમ અનુસાર ભારતમાં પોતાની ફાઇવજી યોજનાઓના હિસ્સાઓના રૃપમાં સ્વદેશી સમાધાનની પરિયોજનાઓને જાન્યુઆરી, ૨૦૨૨માં શરૃ કરશે.
ભારતી એરટેલના એમડી અને સીઇઓ(ભારત અને દક્ષિણ એશિયા) ગોપાલ વિઠ્ઠલે જણાવ્યું હતું કે અમે ભારતને ફાઇવજી અને સંબધિત ટેકનોલોજી માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે ટાટા જૂથ સાથે જોડાઇને ખુશ છીએ. ટાટા જૂથ વતી ટીસીએસના એન ગણપિત સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે એક જૂથના સ્વરૃપમાં અમે ફાઇવજી અને તેને સંબધિત સંભાવનાઓ અંગે ઉત્સાહિત છીએ.
https://www.youtube.com/watch?v=rkI_v2UpSno
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.