બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ટ્વિટર પર અમિતાભ બચ્ચન સતત પોતાના વિચારો શૅર કરતા હોય છે. ઘણવખત તેઓ વ્યંગ કરે છે તો ઘણી વખત તેમના પિતા હરિવંશરાય બચ્ચનની કવિતાઓ શૅર કરતા રહે છે.
બિગ બી ટ્વિટર પર અવારનવાર એવા વિચારો રજૂ કરે છે જે સમાજના લગતાવળગતા હોય. રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થયા હોવા છતાં તેઓ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક્ટિવ હતા.
તાજેતરમાં કરવાચોથ પર પત્ની જયા બચ્ચન માટે ફોટો પોસ્ટ કરીને ટ્વીટ કર્યુ તો બીજી તરફ પોતાની વહુ અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન વિશે પણ ટ્વીટ કર્યુ હતુ.
શુક્રવારે બિગ બીએ પોતાના દિકરા અભિષેક બચ્ચનની વહુ એટલે કે એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન માટે એક ટ્વીટ કરતા લખ્યુ કે, ”લોકો ઘણી વખત એવું કહેતા હોય છે કે આ અમારી ઘરની વહુ, પરંતુ તેમ કેમ નથી કરતા કે આ અમારી વહુનું ઘર છે.” અમિતાભના આ ટ્વિટ વિશે એકવાર વિચારવા જેવું તો ખરું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.