અજય દેવગનની 100 કરોડની આ ફિલ્મ શરૂ થતાં પહેલા જ ફસાઇ ગઇ આ વિવાદમાં જાણો વધુ…

બૉલીવુડ એક્ટર અજય દેવગનએ પોતાની અત્યાર સુધીની લાંબી કેરિયરમાં કેટલીય બ્લૉકબ્લસ્ટર ફિલ્મો આપી છે. અને અજય દેવગનની એક્ટિંગની હંમેશાથી ખુબ પ્રસંશા થાય છે. અને આ લિસ્ટમાં અજય દેવગન ફિલ્મ દ્રશ્યમ પણ સામેલ છે.

દ્રશ્યમ ફિલ્મમાં અજય દેવગન એક મજબૂર પિતાના રૉલમાં દેખાયો હતો. દ્રશ્યમ બૉક્સ ઓફિસ પર સાયલેન્ટ હિટ સાબિત થઇ હતી અને ટ્રેડ એક્સપર્ટ્સ અને મેકર્સને આશા ન હતી કે સિનેમાઘરોમાં આટલા લાંબા સમય સુધી દ્રશ્યમ ટકી જશે જેથી આ તમામનો સફળતાનો શ્રેય ડાયરેક્ટર નિશિકાંત કામતને પણ જાય છે, કેમ કે આ ફિલ્મનુ તેને કમાલનુ ડાયરેક્શન કર્યુ હતુ.

દ્રશ્યમની સફળતા બાદ હવે દ્રશ્યમ 2 બનવા જઇ રહી છે. પરંતુ આ પહેલા જ વિવાદમાં ફસાઇ ગઇ છે. ખરેખરમાં મીડિયા રિપોર્ટ છે કે દ્રશ્યમના નિર્માતા કુમાર મંગતનો દીકરો અભિષેક આ ફિલ્મના બીજા ભાગને ડાયેક્ટર કરવાનો છે. પરંતુ આ બધાની વચ્ચે અભિષેકે ખુલાસો કર્યો છે કે,

આ ફિલ્મને વાયકૉમ મોશન પિક્ચર્સ ની સાથે મળીને બનાવી હતી, પરંતુ હવે તે ખાસ નારાજ છે કેમ કે દ્રશ્યમ 2 ની પ્લાનિંગ કુમાર મંગત તેના વિના જ કરી રહ્યાં છે.અને આ વાતને લઇને વિવાદ થયો છે. બબાલ એટલે સુધી પહોંચી છે કે જો જ્યાં સુધી આ વાતનો નિપટારો નહીં લાવવામાં આવે ત્યા સુધી ફિલ્મ દ્રશ્યમ 2નુ શૂટિંગ નહીં થાય.

દ્રશ્યમ 2 અજય દેવગનની સાથે ઇશિતા દત્તા અને તબ્બૂ જોવા મળશે…

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.