આજે 5 સપ્ટેમ્બર , teachers day, ડૉ .સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ

ભારતમાં 5 સપ્ટેમ્બરના રોજ ટીચર્સ ડે મનાવવામાં આવે છે. આ દિવસ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ છે. રાધાકૃષ્ણન ટીચર અને ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ફિલોસોફર, રાજકારણી અને વિદ્વાન હતા. જેમણે પોતાનું સમગ્ર જીવન શિક્ષણ અને દેશના યુવાનો માટે સમર્પિત કરી દીધું હતું.

તેમણે કહ્યું હતું કે તેમનો જન્મદિવસ મનાવવાની જગ્યાએ તે દિવસે ટીચર્સ ડે મનાવવામાં આવે અને તે દિવસથી વર્ષ 1962થી અત્યાર સુધી દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ ટીચર્સ ડે મનાવવામાં આવે છે.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ વર્ષ 1888માં તમિલનાડુના તિરુથાનીમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેઓ શરૂઆતથી ઘણા તેજસ્વી વિદ્યાર્થી હતા. તેમણે મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાંથી તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો.

અભ્યાસ પૂરો કર્યા બાદ રાધાકૃષ્ણે મૈસૂર યૂનિવર્સિટીથી લઇને કૉલકત્તા યૂનિવર્સિટી સુધી કેટલીય કૉલેજોમાં અભ્યાસ કર્યો. તેઓ આંધ્ર યૂનિવર્સિટી, દિલ્હી યૂનિવર્સિટી અને બનારસ હિન્દૂ યૂનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ રહ્યા. ડૉ. રાધા કૃષ્ણન પ્રથમ ભારતીય હતા જેમણે ઑક્સફૉર્ડ યૂનિવર્સિટીમાં કોઇ પદ ધારણ કર્યુ હતું. તેઓ ઑક્સફર્ડ યૂનિવર્સિટીમાં ઇસ્ટર્ન રિલીઝન એન્ડ એથિક્સના પ્રોફેસર હતા.

ડૉ. રાધા કૃષ્ણને યૂનેસ્કોમાં ભારતીય પ્રતિનિધિ મંડળને લીડ પણ કર્યુ અને વર્ષ 1948માં એક્ઝીક્યૂટિવ બૉર્ડના ચેરમેન પણ બન્યા હતા. વર્ષ 1954માં તેમને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવ્યું હતું. ડૉ. રાધા કૃષ્ણનને 16 એપ્રિલ 1975માં ચેન્નઇમાં અવસાન થઇ ગયું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.