નવી દિલ્હીઃ કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહલાદ સિંહ પટેલે શનિવારે જાહેરાત કરી છે કે આર્કેયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા(ASI) દ્વારા સંરક્ષિત તમામ હેરિટેજસ્થળો પર આતંરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે મહિલાઓ પાસેથી પ્રવેશ ફી વસુલવામાં આવશે નહિ. તેમાં મુખ્યત્વે લાલ કિલ્લોઅને તાજમહેલ જેવા સ્થળોનો સમાવેશ થાય છે. અહીં રવિવારે મહિલાઓ માટેઆવવા-જવાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવશે.
આ સ્થળો પર બાળકોને દૂધ પિવડાવવા અને તેમની સંભાળ કરવા માટે ખાસરૂમ પણ બનાવવામાં આવશે. મહિલાઓની સુરક્ષામાં મહિલા સુરક્ષા ગાર્ડ પણ તૈનાત કરવામાં આવશે.
ઓર્કેલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા(ASI)ની ઓફિસે આ અંગે એક સરક્યુર્લર પણ બહાર પાડ્યો છે. કેન્દ્રીય મંત્રી પટેલે કહ્યું, ઐતિહાસિક સ્થળો પર ફ્રી પ્રવેશ આપીને અમે મહિલાઓને સન્માનિત કરી રહ્યાં છે. અમારો નારો ‘હર કામ દેશ કે નામ’ છે. આ સ્થળોમાં લાલ કિલ્લા, કુતુબ મીનાર, હુમાયું ટોમ્બ, તાજમહલ, કોર્ણાકનું સૂર્ય મંદિર, મલ્લપુરમ, અંજતા-ઈલોરોની ગુફાંઓ, ખજુરાહોનું મંદિર મુખ્ય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.