– 30 જુલાઈ સુધી કોરોના સંક્રમણ ઘટાડવા પર ઘડાશે રણનીતિ
આજે CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાવાની છે. સવારે 10 કલાકે સ્વર્ણિમ સંકુલ-1 ખાતે બેઠક મળશે. બેઠકમાં રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ અંગે ચર્ચા થશે. બેઠકમાં કન્ટેનમેન્ટ ઝોન વધારવા મુદ્દે પણ ચર્ચા થશે. કન્ટેઈનમેન્ટ ઝોનમાં કડક અમલીકરણ અંગે ચર્ચા કરી 30 જુલાઈ સુધી કોરોના સંક્રમણ ઘટાડવાની રણનીતિ ઘડાશે.
સુરત શહેરમાં વધતા કોરોના સંક્રમણનો મુદ્દો ચર્ચાશે.આગામી સમયમાં શિક્ષણ સંસ્થાઓની કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. વળી હાલ ચોમાસું ચાલી રહ્યુ હોવાથી રાજ્યમાં કુલ ચોમાસુ વાવેતર મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થશે.
આજે ગાંધીનગરમાં ગુજરાત કેબિનેટની બેઠક મળશે અને રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસને કંટ્રોલ કરવા માટે ખાસ નીતિ તૈયાર કરાશે એટલું જ નહીં પરંતુ શિક્ષણ અને ખેતી અંગે પણ મહત્વના નિર્ણય લેવાઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.