આજે ગુજરતા કોંગ્રેસ કલેક્ટર કચેરીએ દેખાવો કરી કરશે ધારણા,7 વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા એક્સાઇઝ પર વધારો કર્યો: કોંગ્રેસ

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવ આશમાને જઈ રહ્યા છે.

કોંગ્રેસ આજે રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન કરશે. કોંગ્રેસ  પેટ્રોલ ડીઝલ એક્સાઇઝમાં ઘટાડો કરી જનતાને રાહત આપવાની માંગ કરશે  કેન્દ્ર સરકારે 7 વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડિઝલ પર 820 ટકાનો એક્સાઇઝ વધારો કર્યો હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે સાથે જ કેન્દ્ર સરકારે એક્સાઇઝ પર વધારાથી 21 લાખ કરોડ સેરવી લીધા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવ વધારાના વિરોધમાં ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલ તારીખ 11 ને સવારે 11 કલાકે કલેકટર કચેરી સામેના પેટ્રોલ પમ્પ સામે દેખાવો કરી કલેકટર કચેરી સામે ધરણા કરવામાં આવશે

પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવના વિરોધમાં કોંગ્રેસ મેદાનમાં આવતા આજે કલેક્ટર કચેરી સામે દેખાવો અને ધરણાનો કાર્યક્રમ યોજશે. કોરોના સહિતની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.