આજે ગુજરાત પહોંચશે પીએમ મોદી, કેશુબાપાના પરિવારને આપશે દિલાસો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બેદિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે તેઓ 31 ઓકટોબરે લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર સાહેબની વિશ્વની વિરાટત્તમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિને ભાવાંજલિ અર્પણ કરવાના છે.

જોકે, આ વચ્ચે ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થતા પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. હવે કેવડિયાને બદલે તેઓ શુક્રવારે સવારે સીધા ગાંધીનગર આવશે અને કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇને તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમ મોદી સવારે 10 વાગ્યે અમદાવાદ પહોંચીને કેશુભાઈના પરિવાર સાથે મુલાકાત કરીને તેઓને સાંત્વાના પાઠવશે. આ દરમિયાન તેઓ અમદાવાદમાં માતા હીરા બાની પણ મુલાકાત લઈ શકે છે.

તેના બાદ તેઓ જંગલ પાર્ક, ફેરી બોટ, ભારત ભવન, એક્તા મોલ, ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડન, કેક્ટસ ગાર્ડન અને એક્તા નર્સરીનું પણ ઉદઘાટન કરશે. બપોર બાદ તેઓ કેવિડયા જવા નીકળશે અને ત્યાં જ રાત રોકાણ કરશે.

પીએમ મોદી છેલ્લે 2017માં કેશુભાઈને મળ્યા હતા. આ વર્ષે કેશુભાઈના પુત્ર પ્રવિણ પટેલનુંન નિધન થયું હતુ. ત્યારે પીએમ મોદીએ તેમના ઘરે જઈને તેઓને આ માટે સાંત્વના આપી હતી. આ સમય દરમિયાન તેઓ અમદાવાદ ખાતે જાપાનના વડાપ્રધાન સાથે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના ભૂમિપૂજન માટે આવ્યા હતા.




લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.