ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ટૂંકું સત્ર આવતીકાલ સોમવારથી શરૂ થઈ રહ્યું છે, ત્યારે રૂપાણી સરકારની વિવિધ સ્તરે સરિયામ નિષ્ફળતાના સંદર્ભે વિધાનસભાને ઘેરાવ કરવાનો વિરોધ પક્ષ કોંગ્રેસે જાહેર કરેલો કાર્યક્રમ તોફાની બનવાના એંધાણ છે.
કોંગ્રેસે જ્યાં રેલી યોજવાની પરવાનગી માગેલી તે ઘ-૫ ખાતે મંજૂરી અપાઈ નથી, છેવટે દર વખતે સત્યાગ્રહ છાવણી ખાતે મંજૂરી અપાય છે ત્યાં એને દેખાવો યોજવાનું કહેવાયું છે.
બીજી બાજુ કોંગ્રેસ વિધાનસભા સુધી કૂચ લઈ જવા મક્કમ હોઈ નવાજૂનીની શક્યતા જણાઈ રહી છે. રવિવારે સાંજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની ભોજન-સહ- બેઠક યોજાઈ હતી, જેમાં દરેક ધારાસભ્યોને ફરજિયાત સવારે ૯:૩૦થી ૧૧:૩૦ વાગે ગૃહ બહાર થનારા દેખાવોમાં જોડાવાની સ્પષ્ટ સૂચના અપાઇ છે તેમજ અમદાવાદ- ગાંધીનગર સહિત આસપાસના ધારાસભ્યોને ફરજિયાત મોટી સંખ્યામાં કાર્યકરો સામેલ કરવા તાકીદ પણ કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.