આજથી રાજ્યના લાખો-કરોડો વાહનચાલકો માટે ખુશીનો દિવસ ગણાય તો વાંધો નહીં, કારણ કે રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે આજથી રાજ્યની 16 જેટલી આરટીઓ ચેકપોસ્ટોને તાળા વાગી જશે. બુધવાર એટલે આજથી (20મી નવેમ્બર) રાજ્યની તમામ ચેકપોસ્ટો નાબૂદ કરાશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી હવે કોઇ વાહનચાલકને કોઇ ચેકપોસ્ટ પર ઉભા રહેવું નહીં પડે, તમે જેવા ઘરેથી નીકળો કે સળસડાટ તમારી જગ્યા પર પહોંચી શકશો. સરકારના આ નિર્ણયથી ઇંધણની મોટી બચત થશે. પરંતુ ચેકપોસ્ટ પર કોઈ ગેરરીતિ કે ભારે વાહનો અંગે દંડની ઉઘરાણી ઓનલાઇન કરવામાં આવશે. એટલે કે આ રકમ સીધી જ માલિકના ખાતામાંથી કપાઈ જશે.
રાજ્યની રૂપાણી સરકારે રાજ્યની અંદર 16 આરટીઓ ચેકપોસ્ટ પર ગેરરીતિ અને મોટા પ્રમાણમાં સ્ટાફની ફાળવણી કરવી પડતી હોવાને લીધે, વાહન વ્યવહાર વિભાગે ચેકપોસ્ટોને નાબૂદ કરીને દંડની ઓનલાઇન વસૂલાતની કરવાની વ્યવસ્થા ગોઠવી છે. ચેકપોસ્ટો પર તહેનાત સ્ટાફ અને તેના મળતિયાઓ મોટાપાયે ગેરરીતિ કરતા હોવાની ફરિયાદો ઉઠતી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.