વિક્રમ સંવત 2076, કારતક સુદ બારસ, શનિવાર પંચક, ગુરુડ દ્વાદશી, શનિ પ્રદોષ, ચંદ્ર-શુક્રનો ત્રિકોણયોગ, શુક્ર-જ્યેષ્ઠાની યુતિ મેષ નાની-મોટી અડચણો બાદ તમારું કાર્ય થાય. ગૃહજીવનમાં વિસંવાદિતા હશે તો સંવાદિતા સર્જી શકશો. ખર્ચ વધે નહીં તે જોજો.
વૃષભ સફળ અને સાનુકૂળ દિવસ જણાય. ટેન્શન અને ઉદ્વેગમાંથી મુક્તિ મળે. આપના વિઘ્નો દૂર થતાં લાગે. મિથુન આપના ગૃહજીવનના કામકાજો હલ કરી શકશો. ચિંતાનાં વાદળ વિખેરાય. લાભની આશા ફળતી લાગે. કર્ક આપના પ્રયત્નોનું ફળ અટકતું લાગશે. છતાં ભવિષ્યમાં તેનો લાભ જરૃર મળે. ગૃહજીવનમાં સંવાદિતા-પ્રસન્નતા રહે. નાણાભીડ દૂર થાય.
સિંહ આપના વિચારો વિધેયાત્મક બનાવીને સફળતા મેળવી શકશો. નાણાકીય બોજ અનુભવાય. પ્રવાસ. કન્યા ગૃહજીવનમાં ચકમક ન સર્જાય તે જોજો. સંતાનની તબિયત સંભાળવી. વ્યવસાયિક બાબતો અંગે સંજોગો સુધરે.
તુલા આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. સ્નેહીથી મિલન. નાણાભીડનો ઉકેલ જણાય. વૃશ્ચિક પ્રવાસ સફળ બનતો જણાય. ખર્ચ-વ્યયનો પ્રસંગ. સ્નેહી-સ્વજનની મદદ મળે. ધન આપના અંગત પ્રશ્નોને ગૂંચવી ન નાખશો. ખર્ચ વધતો લાગે. વિઘ્ન જણાય. મકર નિરાશા દૂર થતી લાગે. કાર્ય સફળતા મળતી જણાય. અગત્યના પ્રસંગથી આનંદ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.