કેટલીય ગર્ભવતી મહિલાઓ વ્રત કરવાને લઇને ઉત્સાહી રહે છે. કરવા ચોથનું વ્રત વર્ષભરમાં એકવાર જ આવે છે અને જીવનસાથીના લાંબા આયુષ્ય સાથે સંકળાયેલ હોય છે, એટલા માટે મહિલાઓએ આ વ્રતને લઇને કોઇ પ્રકારના સમજોતા કરતી નથી, પરંતુ ગર્ભાવસ્થાનો સમય દરેક મહિલાના જીવનમાં એવો સમય હોય છે જ્યારે સ્વાસ્થ્યને લઇને સતર્ક રહેવું ખૂબ જ જરૂરી હોય છે. ગર્ભવતી મહિલાઓ વ્રત તો કરી શકે છે પરંતુ કેટલીક સાવચેતીઓનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.
– સલાહ લેવી જરૂરી છે
ગર્ભાવસ્થામાં વ્રત રાખવા જઇ રહ્યા છો તો ખૂબ જ જરૂરી છે કે તમે તમારા ડૉક્ટરની સલાહ લઇ લો. તમારા ડૉક્ટર તમારા સ્વાસ્થ્યને વધારે જાણે છે. જો સામાન્ય સમસ્યા પણ જણાય છે અને ડૉક્ટર વ્રત રાખવાની પરવાનગી નથી આપી રહ્યા તો વ્રત રાખવાનો વિચાર ત્યાગી દેવો જોઇએ.
– આખો દિવસ ભૂખ્યા ન રહેશો
ગર્ભાવસ્થામાં આખો દિવસ ભૂખ્યા રહીને વ્રત કરવું ન જોઇએ. ભૂખ્યા રહેવું શરીર માટે યોગ્ય નથી એટલા માટે થોડાક ફળ અને સુકો મેવો ખાઇ લેવાથી શરીરમાં ઊર્જા જળવાઇ રહે છે. ફળોનું મીઠું સાથે સેવન ન કરશો.
– દૂધનું સેવન કરો
સરગી દરમિયાન ભૂલથી પણ ચા અથવા કૉફી ન લેશો, આ આખો દિવસ નુકશાન પહોંચાડી શકે છે. ખાલી પેટ તેનું સેવન કરવાથી પેટમાં ગરમી વધી શકે છે આ સાથે જ ગેસની સમસ્યા પણ થઇ શકે છે, એટલા માટે દૂધનું જ સેવન કરો.
– આરામ કરીને દિવસ પસાર કરો
ગર્ભવતી મહિલાઓ આરામ કરીને સરળતાથી દિવસ વ્યતીત કરી શકે છે. સવારે સરગી બાદ દિવસભર આરામ કરો અને સાંજે પૂજાના સમયે ઉઠી જાઓ. આ રીતે શરીરમાં થાક પણ રહેશે નહીં અને દિવસ પણ સરળતાથી પસાર થઇ જશે.
– વ્યસ્ત રહીને દિવસ પસાર કરો
કેટલીક મહિલાઓને આરામ કરવાની વધારે આદર નથી હોતી એવામાં ગર્ભવતી મહિલાઓએ કામ કરવાની જગ્યાએ ટીવી જોઇને, પુસ્તક વાંચીને, પૂજાની તૈયારીઓ કરીને સરળતાથી પોતાનો દિવસ પસાર કરી શકે છે, થાક પણ લાગશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.