આજે પોષ વદ પાંચમ ને બુધવાર મીન, આજનો દિવસ જશે આ રાશીઓ માટે સામાન્ય

વિક્રમ સંવત 2076, પોષ વદ પાંચમ, બુધવાર મકર સંક્રાંતિનો પુણ્યકાળ સૂર્યોદયથી સૂર્યાસ્ત, પોંગલ (દ. ભારત) મેષ કઠિન સંજોગ જણાતા હોય તો પુરુષાર્થની માત્રા વધારવાથી માર્ગ સરળ બની શકશે. વૃષભ વિકાસની કેડી કંડારવા તમારે ધીરજ અને સહાયની જરૃર પડે.

કન્યા અંગત સમસ્યા અંગેની ચિંતા દૂર થતી લાગે. ગૃહજીવનમાં સંવાદિતા. તુલા ઉતાવળે આંબા ન પાકે એ ઉક્તિ ન ભૂલવા સલાહ છે. વૃશ્ચિક આર્થિક પ્રશ્નો અને અગત્યની સંપત્તિની બાબતો અંગે સંજોગોની મદદ નહીં લાગે

મિથુન આપના હાથ ધરેલાં કામકાજો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી સફળતાપૂર્વકબહાર નીકળી શકશો. કર્ક વધુ પડતા ખર્ચ અને આવેશ પર સંયમ જરૃરી માનજો. મતભેદો નિવારજો. સિંહ ઝડપી લાભ મેળવવાની લાલચ રોકશો તો નુકસાન થવાથી બચી શકશો.

ધન સામાજિક અને આરોગ્ય વિષયક બાબતો અંગે સમય સાનુકૂળ બનતો જણાય. મકર આપના કુટુંબીજનો અને કોઈ અંગત મિત્રના સાથથી કાર્ય સફળતા અને પ્રસન્નતા વધે. કુંભ સાનુકૂળ સંજોગોનો લાભ લેવા માટે પૂરતું આયોજન અને ગણતરી ઉપયોગી થશે. મીન આપની લાગણીઓ દુભાતી જણાય, પરંતુ નોકરી-ધંધાના પ્રશ્નો હલ કરવાની તક મળે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.