નાસાએ જણાવ્યા અનુસાર, એક મોટો એસ્ટરોઇડ આવતા મહિને પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થશે પણ ધરતીને ટકરાશે નહિ. 29 એપ્રિલના રોજ લગભગ 1.1 થી 2.5 માઇલ્સ મોટો એસ્ટરોઇડ ધરતીની નજીકથી પસાર થશે. એસ્ટરોઇડપૃથ્વીથી 60 લાખ કિમી દૂરથી પસાર થશે એવામાં પૃથ્વી પર પ્રલય કે સુનામીની કોઇ આશંકા નથી. એ ધરતી સાથે ટકરાવાનો નથી, પણ જો ટકરાશે તો એ ધરતી પર મોટું નુકશાન સર્જી શકશે.
આ જાણકારી આર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન શોધ સંસ્થાન એરીજ નૈનિતાલના ખગોળ વૈજ્ઞાનિક ડો, શશિભૂષણ પાંડેએ આપી છે. આ એસ્ટરોઇડ 52768 (1998 OR2) કહેવાય છે અને એ પહેલીવાર 1998માં જોવા મળ્યો હતો ત્યારે નાસાએ એને ધરતી માટે એક મોટો ખતરો જણાવ્યો હતો. ત્યારથી તેની પર વૈજ્ઞાનિકો સતત અધ્યયન કરી રહ્યા છે. સૂર્યની પ્રરિક્રમા કરવામાં તેને 1344 દિવસનો સમય લાગી જાય છે. પૃથ્વીની 3,908,791 માઇલ્સ નજીકથી 19,461 માઇલ્સ પ્રતિ કલાકની ઝડપે પસાર થશે. જેને લઇને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈજ્ઞાનિકો અનુસાર એસ્ટેરોઇડના પૃથ્વીના ટકરાવવાની આશંકા પૂર્ણ રીતે ફગાવવામાં આવી છે.
આ એસ્ટરોઇડને સંભવિત જોખમી ઓબ્જેક્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે કારણ કે તે પૃથ્વીની ભ્રમણકક્ષાની ખૂબ જ નજીકથી પસાર થાય છે, પરંતુ તે હાલમાં નાસાની સંભવિત ભાવિ પૃથ્વી પ્રભાવની ઘટનાઓની સૂચિમાં નથી. જે નાસાની સેન્ટ્રી સિસ્ટમ દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. આ આગામી બે મહિનામાં પૃથ્વીની નજીકથી પસાર થનારો સૌથી મોટો એસ્ટરોઇડ હશે પણ તે આજ સુધીનો સૌથી મોટો એસ્ટરોઇડ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.