કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે પીએમ મોદી આજે ફરી એક વાર દેશને સંબોધન કરશે. પીએમ મોદી રાત્રે 8 વાગે દેશને સંબોધશે અને સરકાર તરફથી કોરોના રોકવા માટે લીધેલા પગલા વિશે જણાવશે. આ દરમિયાન લોકડાઉન પર પણ મહત્વનું એલાન કરી શકે તેવી શક્યતા છે.
સૂત્રો અનુસાર પીએમ નરેન્દ્ર મોદી તરફથી આજે લોકડાઉનના ચોથા તબક્કાનું એલાન કરવામાં આવી શકે છે. આ તબક્કામાં લોકોને વધારે છુટછાટ આપવામાં આવશે સાથે જ પીએમ મોદી મજૂરોની વતન વાપસી અને લોકડાઉન એક્ઝિટ પ્લાનના મુદ્દા પર પણ ચર્ચા કરી શકે છે. આ સિવાય લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવાની અપીલ પણ કરાશે.
ગઈકાલે થઈ હતી મુખ્યમંત્રીઓ સાથે બેઠક
લોકડાઉનના ત્રીજા તબક્કાની અવધિ 17 મે એ પૂર્ણ થઈ રહી છે. કોરોના અને લોકડાઉનને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી. આ દરમિયાન કેટલાક મુખ્યમંત્રીઓએ લોકડાઉનને આગળ વધારવાની વકાલત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.