આજે સાંજે 6:30 વાગ્યે CM પદનાં શપથ લેશે ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલે આજે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું

શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરનાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. સમાચાર છે કે તેઓ 28 નવેમ્બરનાં સાંજે 6:30 વાગ્યે મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. તો મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ બુધવારનાં સવારે 8 વાગ્યે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે.

પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલંબકર બુધવારનાં તમામ ધારાસભ્યોને શપથ અપાવશે. આ પહેલા ભગત સિંહ કોશ્યારીએ મંગળવારનાં બીજેપી ધારાસભ્ય કાલીદાસ કોલંબકરને મહારાષ્ટ્ર વિધાનસભાનાં પ્રોટેમ સ્પીકર નિયુક્ત કર્યા. કોલંબકર વડાલાથી 8વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. રાજભવનનાં એક અધિકારીએ કહ્યું કે, “રાજ્યપાલે વિધાનસભાનાં પ્રોટેમ સ્પીકર તરીકે કોલંબકરને શપથ અપાવ્યા છે. કોલંબકર બુધવારનાં શરૂ થઈ રહેલા વિધાનસભા સત્ર દરમિયાન બાકી બચેલા 287 ધારાસભ્યોને શપથ અપાવશે.”

શિવસેના-એનસીપી-કૉંગ્રેસ ગઠબંધને મંગળવાર સાંજે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી પદ માટે પોતાના ઉમેદવારનાં રૂપમાં પસંદ કર્યા. ઠાકરે રાજ્યનાં ઉચ્ચ રાજકીય પદ પર પહોંચનારા પોતાના પરિવારનાં પહેલા સભ્ય હશે. આ નિર્ણય એક હોટલમાં ત્રણેય દળની સંયુક્ત બેઠકમાં લેવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કૉર્ટે 30 કલાકમાં બહુમત સાબિત કરવાનો ઑર્ડર આપ્યા બાદ ફડણવીસે રાજીનામું આપ્યું હતુ, ત્યારબાદ હવે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રનાં સીએમ તરીકે શપથ લેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.