આજે સતત ત્રીજા દિવસે કોરોનાનો આંકડો 700ના પાર, ડાયમંડ સિટી સુરતને કોરોનાનું ગ્રહણ

રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિનપ્રતિદિન ચિંતાજનક બની રહી છે. આજે સતત ત્રીજા દિવસે કોરોનાનો આંકડો 700 પાર રહ્યો. દરરોજ નોંધાતા કોરોનાના કેસમાં આજે રાજ્યમાં 735 નવા કેસ નોંધાયા. અમદાવાદ પછી હવે ડાયમંડ સિટી સુરતને કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ સુરતમાં કોરોનાના આંકડા ચિંતા વધારે તેવા આવી રહ્યાં છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 735 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 17 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 1962 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 36,123 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 423 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

કોરોનાના સંક્રમણ મામલે સુરત આજે પણ રાજ્યમાં ટોચ પર રહ્યું. આજે નોંધાયેલા કુલ 735 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 201 અને જિલ્લામાં 40 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 168 અને જિલ્લામાં 15 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 55 અને જિલ્લામાં 10 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 14 અને જિલ્લામાં 7 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 69 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 8504 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 26,323 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1962 થયો છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

અમદાવાદ 183
સુરત 241
વડોદરા 65
ગાંધીનગર 17
ભાવનગર 35
બનાસકાંઠા 24
આણંદ 1
રાજકોટ 21
અરવલ્લી 2
મહેસાણા 12
પંચમહાલ 8
બોટાદ 2
મહીસાગર 2
ખેડા 9
પાટણ 3
જામનગર 7
ભરૂચ 18
સાબરકાંઠા 8
ગીર સોમનાથ

2
દાહોદ 5
છોટા ઉદેપુર 3
કચ્છ 11
નર્મદા 0
દેવભૂમિ દ્વારકા 0
વલસાડ 13
નવસારી 8
જૂનાગઢ 15
પોરબંદર 0
સુરેન્દ્રનગર 5
મોરબી 4
તાપી 4
અમરેલી 7
કુલ 735

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.