રાજ્યમાં કોરોના કહેર વચ્ચે મુખ્યમંત્રીના અગ્ર સચિવ અશ્વિની કુમારે પોતાના બુલેટિનમાં મહત્વપૂર્ણ બાબતો જણાવી હતી. આજે તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં વૈશ્વિક બિમારી કોરોનાના કહેર વચ્ચે રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં તીડ આવ્યા છે. તીડનું જે પ્રમાણ છે તે અલ્પ અને મર્યાદિત હોવાનું જણાવ્યું છે. જો કે તીડને લઈને ગુજરાતના ખેડૂતોની ચિંતા કરવાની જરૂર છે કે નહીં તે પ્રશ્નનના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને તેનાથી ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય સરકાર તીડ સામે લડવા સંપૂણપણે સજ્જ છે. તેના માટે મહેસાણા, બનાસકાંઠાના ક્લેક્ટર સાથે ચર્ચા થઈ હોવાનું જણાવ્યું છે, એટલું જ નહીં, તીડ મુદ્દે પાટણ અને કચ્છના ક્લેક્ટર સાથે પણ ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે રાજ્યમાં ગરીબોને મફતમાં અનાજ વિતરણ મામલે આજે પ્રથમ તબક્કો શરૂ થયો હોવાની વાત જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના 61 લાખ પરિવારને આજથી અનાજ મળવાની વાત કરી હતી. જ્યારે APL – 1 કાર્ડધારકોને અનાજ મફતમાં આપવાની જાહેરાત કરાઈ હતી. કોરોનાના કારણે સરકાર માન્ય દુકાનોમાંથી અનાજનું વિતરણ સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવાની જાહેરાત કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.