આજે વિશ્વ વસતી દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે મોદી સરકારના મંત્રી અને પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા ગિરિરાજ સિંહે ફરી ભારતમાં વસતી નિયંત્રણ કાયદો લાગુ કરવાની માંગ કરી છે.
ગિરિરાજ સિંહે કહ્યુ હતુ કે, જો વિકસિત દેશો સાથે મુકાબલો કરવો હશે તો જનસંખ્યા પર લગામ કસવી પડશે અને આ માટે આકરો વસતી નિયંત્રણ કાયદો બહુ જરુરી છે.વધતી જતી વસતી આપણા માટે મોટો પડકાર બની ચુકી છે ત્યારે આ કાયદો અનિવાર્ય છે અને તેને દરેક વ્યક્તિ પર લાગુ કરવો પડશે એ પછી કોઈ પણ ધર્મ કે સમુદાય હોય.
ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગિરિરાજ કિશોરે આ પહેલા પણ વસતી નિયંત્રણ માટેનો કાયદો અમલમાં મુકવાની વાત કરેલી છે.
ઉલ્લેખનીય છે કે, 1989માં આજના દિવસે વિશ્વની વસતી 5 અબજ પર પહોંચી ત્યારે યુએન દ્વારા આ બાબતે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 11 જુલાઈના દિવસની વિશ્વ વસતી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.