આજે ‘વર્લ્ડ બ્લડ ડોનર્સ ડે’ : મહામારીમાં માનવતા માટે પોકાર

રક્તદાન પર કોરોના ઇફેક્ટ : બ્લડ ડોનેશનમાં 50%થી વધુનો ઘટાડો

– કોરોનાને લીધે સ્વૈચ્છિક રક્તદાતાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટતાં થેલેસેમિયા-ડાયાલિસિસના દર્દીઓને સૌથી વધુ પરેશાની

રક્તદાન એ એવું દાન છે જેમાં દાન આપનારાને અભિમાન થતું નથી અને સ્વિકારનારાને સંકોચ થતો નથી. રક્તદાતા એક વખત રક્તદાન કરીને ત્રણ વ્યક્તિને જીવનદાન આપી શકે છે. આ જ કારણ છે કે રક્તદાનને મહાદાન ગણવામાં આવેલું છે. ગુજરાતમાં કોરોના વાયરસે પગપેસારો કર્યો છે ત્યારથી જ સ્વૈચ્છિક રક્તદાતાના પ્રમાણમાં ભારે ઘટાડો થયો છે. ૧૪ જૂને ‘વિશ્વ રક્તદાતા દિવસ’ છે ત્યારે રક્તદાનના પ્રમાણમાં આ ઘટાડો ચોક્કસ ચિંતાજનક છે.

ગુજરાતની મોટાભાગની બ્લડબેંકમાં ગત વર્ષની સરખામણીએ આ વખતે બ્લડ યુનિટના પ્રમાણમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં એપ્રિલ ૨૦૧૯માં ૭૪૭૩૪ યુનિટ બ્લડ ડોનેશન થયું હતું, જે મે ૨૦૨૦માં ૩૬૫૫૮ નોંધાયું હતું. રક્તદાનમાં થયેલી ઘટને પગલે થેલેસેમિયા, ડાયાલિસિસના દર્દીઓ તેમજ અકસ્માતનો ભોગ બનનારાને સૌથી વધુ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં એપ્રિલ ૨૦૨૦થી રક્તની જરૃરિયાતની સ્થિતિ વિકટ તબક્કામાં પ્રવેશી ચૂકી છે અને હવે તે વધુ ગંભીર બને તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. ગુજરાત સામાન્ય રીતે રક્તદાન કરવામાં મોખરે હોય છે પણ કોરોના વાયરસનો કેર વધતા સ્વૈચ્છિક રક્તદાતાના પ્રમાણમાં પણ  ઘટાડો નોંધાયો છે.

આ અંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી-અમદાવાદના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.