આજીના કાંઠાની કાયા પલટાશે,હવે રાજકોટમાં બનશે રીવરફ્રન્ટ રૂ.1181 કરોડનો પ્રોજેક્ટ જાણો વિગતવાર

અમદાવાદની જેમ હવે રાજકોટની પ્રજાને પણ રીવરફ્રન્ટની ભેટ મળવાની છે. વર્ષોથી રાજકોટની પ્રજા આ માટે માંગ કરી રહી હતી. જે હવે વિજય રૂપાણીની સરકારમાં નહીં પણ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આ પ્રોજેક્ટને લીલી ઝંડી મળી છે. આ મોટા અને મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટની બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે. આશરે રૂ.1181 કરોડનો આ પ્રોજેક્ટ છે. જેમાં આજી નદીની કાયા પલટાશે. છેલ્લા કેટલાક સમયથી આ પ્રોજેક્ટને પર્યાવરણની મંજૂરી મળતી ન હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આ અંગેની મંજૂરી મળતા હવે ટૂંક સમયમાં કામ શરૂ થશે.

અમદાવાદની એક એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ માટે માટે કન્સલ્ટન્ટ એચ.સી.પી.ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લિમિટેડની પસંદગી કરવામાં આવી છે. ડીઝાઈનર બિમલ પટેલ અમદાવાદ રીવરફ્રન્ટ અને નવા સંસદભવનની ડીઝાઈન નક્કી કરી ચૂક્યા છે. તા. 17 ફેબ્રુઆરીના રોજ આ પ્રોજેક્ટ માટે પર્યાવરણની મંજૂરી મળી ગઈ હતી. મેયર ડૉ. પ્રદીપ ડવને આ અંગેની લીલી ઝંડી મળતા હવે સમગ્ર પ્રોજેક્ટ ઓન ફ્લોર થશે. અત્યારે આજી નદીમાં ગંદુ પાણી ઠલવાતું બંધ થાય એ માટે રાજકોટ મહાનગર પાલિકા તરફથી ઈન્ટરસેપ્ટર સીવર લાઈનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને આ ઉપરાંત આ પ્રોજેક્ટ માટે જરૂરી એવી પર્યાવરણની મંજૂરી સર્ટિફિકેટ માટે સ્ટેટ એક્સપર્ટ એપ્રાઈઝલ કમિટી (SEAC) સમક્ષ તા. 20 ઓગસ્ટ 2021થી પ્રમાણપત્ર મેળવવા માટે ડૉક્યુમેન્ટ રજૂ કરાયા હતા. કમિટી તરફથી એવું પણ જણાવવામાં આવ્યું કે, રજૂ કરેલા ડૉક્યુમેન્ટ પરથી ક્લિયરન્સ ઝડપથી અને વહેલાસર મળે. આ ઉપરાંત પ્રપોઝલમાં કેટલાક સુધારાવધારા કરવા માટે પણ કહ્યું હતું. આ અંગે એજન્સી તરફથી કેટલાક મુદ્દાઓ પણ રજૂ કરાયા હતા.

ત્રણ ફેઇઝમાં કામગીરી કરવામાં આવશે એવી હાલ જાણકારી મળી રહી છે. હાલ પહેલા તબક્કાનું કામ ચાલે છે. એચ.કે. દાસ (SACEના ચેરમેન) ને પણ અવાર નવાર ટેલિફોનિક રજુઆત કરી હતી. તા. 20 જાન્યુઆરી 2022ના રોજ જેના અનુસંધાને SACEની મિટીંગ મળી હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકાને આજી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ માટેનો નિર્ણય કરાયો હતો.અને તા.17 ફેબ્રુઆરીના રોજ ક્લિયરન્સ સર્ટિફિકેટનો આદેશ કરાયો હતો. મેયર ડો.પ્રદિપ ડવે એવું પણ ઉમેર્યું હતું કે, આજી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ અંગે શહેરમાંથી પસાર થતી આજી નદીનાં શુદ્ધિકરણ તથા વિકાસનાં માટે તંત્ર પાસે એક આખી યોજના છે. રાજકોટ મહાનગરપાલિકા તરફથી આજી રિવરફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટ એચ.સી.પી. ડીઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લીમીટેડને આ અંગે જવાબદારી સોંપાઈ છે. જોકે, મહાનગર પાલિકાના સુત્રોમાંથી એવી પણ વિગત મળી હતી કે, આ અંગે સર્વેની કામગીરી પૂરી થઈ ગઈ છે.

અમદાવાદની તા.5 માર્ચ 2014થી રીવરફ્રન્ટ માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. રાજકોટ કોર્પોરેશનના કમિશનર અમિત અરોરાએ કહ્યું કે,આપણે ઇન્ટરસેપ્ટર લાઇન જે ડ્રેનેજ રોકવા માટેનું કામ છે એ અત્યારે ચાલું છે. આ માટેની એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ કામ નદીની એક સાઈટ પર ચાલી રહ્યું છે. આમાં અંદાજે રૂ.20 કરોડનો ખર્ચ છે. જોકે, આ ખર્ચમાં વધારે થશે એવી પૂરી શક્યતાઓ છે. એમાં ખાસ કરીને ડ્રેનેજ નદીમાં ન થાય, નદી શુદ્ધ રહે અને કોઈ પ્રદુષિત પાણી ન ઠલવાય એ પ્રાથમિકતા રહેશે. અને એને ધ્યાને લઇને કામ કરવામાં આવી રહ્યું છે. અંદરની બાજું કામ કરવા માટે આપણી જે ડિઝાઇન હતી એના પર કામ ચાલું છે. ચાલુ નાણાકીય વર્ષ 2021–22માં સરકાર પાસે રૂ.191 કરોડની માંગણી કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.