મહારાષ્ટ્રમાં રાજનીતિની તસવીર દર મિનિટે બદલાઈ રહી છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનાં જે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીની સાથે હોવાનો દાવો કરી રહ્યા હતા અને દિલ્લી આવી ગયા હતા તેમાંથી બે ધારાસભ્યો હવે મુંબઈ પરત આવી ગયા છે. એનસીપીનાં દૌલત દરોડા અને અનિલ પાટિલ સોમવાર સવારે મુંબઈ પહોંચ્યા. બે અન્ય ધારાસભ્યોનું પરત એનસીપીમાં જવું અજિત પવાર અને બીજેપી માટે ઝાટકો છે.
દૌલત દરોડા અને અનિલ પાટિલને એનસીપી યૂથ કૉંગ્રેસનાં નેતા દિલ્લીથી પરત મુંબઈ લઇને આવ્યા. ઉલ્લેખનીય છે કે રવિવારનાં પણ આવા ધારાસભ્યો હતા, જે અજિત પવારનાં જૂથમાં નજર આવી રહ્યા હતા સાંજ થતા થતા પરત શરદ પવારની સાથે ઉભા થયેલા જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારની સાથે મુખ્યમંત્રી અને ડેપ્યૂટી પદનાં શપથ લીધા, પરંતુ અજિત પવારે જે એનસીપી ધારાસભ્યો સાથે હોવાનો દાવો કર્યો હતો તેમાંથી મોટાભાગનાં શરદ પવાર તરફ આવી ગયા છે.
રવિવારનાં એનસીપી બેઠકમાં 54 ધારાસભ્યોમાંથી 51 ધારાસભ્યો પરત આવ્યા હતા, આવામાં અજિત પવાર સામે સંકટ છે કે તેઓ કેવી રીતે પોતાનો બહુમત સાબિત કરશે. શિવસેના અને એનસીપી નેતાઓનો આરોપ છે કે અજિત પવારે એનસીપી ધારાસભ્યોનો સમર્થન પત્ર બતાવીને દેવેન્દ્ર ફડણવીસની સાથે સરકાર બનાવી લીધી, પરંતુ હવે અજિત પવાર માટે આ જ વાત સંકટ સાબિત થતી જોવા મળી રહી છે, કેમકે હવે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની સામે પડકાર છે કે તેઓ ફ્લોર ટેસ્ટમાં પોતાની બહુમતી સાબિત કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.