મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ ગઈ છે અને હવે રાજ્યમાં ‘ઠાકરે રાજ’ની શરૂઆત થઈ રહી છે. ઉદ્ધવ ઠાકરે ગુરૂવારનાં મુખ્યમંત્રી પદનાં શપથ લેવા જઇ રહ્યા છે. આ દરમિયાન સંજય રાઉતે એકવાર ફરી ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રથી દેશમાં પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે. આજે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા છે તેનો મતલબ દેશમાં પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે. સંજય રાઉતે કહ્યું કે, અજિત પવારને ગઠબંધનમાં યોગ્ય સ્થાન મળશે, તેઓ ઘણું મોટું કામ કરીને આવ્યા છે.
સંજય રાઉતે બુધવારનાં પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકાર ગઠન પર વાત આવી. સંજય રાઉતે કહ્યું કે, “બીજેપી તરફથી અઘોરી પ્રયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ મહારાષ્ટ્રની જનાતએ બધું ધ્વસ્ત કરી દીધું.” સંજય રાઉતે નિવેદન આપ્યું કે, “હવે આ પ્રકારનાં પ્રયોગ નહીં ચાલે અને મહારાષ્ટ્રની અસર અન્ય રાજ્યોમાં પણ દેખાશે.” સંજય રાઉતે કહ્યું કે “ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાનું મિશન પૂર્ણ થઈ ગયું છે અને અમારું સૂર્યયાન મંત્રાલય પર લેન્ડ થઈ ગયું છે, જ્યારે મે આ કહ્યું હતુ ત્યારે લોકો મારા પર હસતા હતા. આવનારા સમયમાં દિલ્લીમાં પણ અમારું સૂર્યયાન ઉતરે તો આશ્ચર્ય નહીં થાય.”
છેલ્લા 5 વર્ષથી શિવસેના એનડીએનો ભાગ હોવા છતા ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરતી હતી. પછી ભલે રાજ્ય સરકાર પર નિશાન સાધવાનું હોય કે કેન્દ્ર સરકારને આડેહાથે લેવાની હોય. લોકસભા ચૂંટણીમાં મહાજીત મેળવ્યા બાદ જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થઈ તો બીજેપીને ભરોસો હતો કે તેમની સરકાર બનશે, પરંતુ ચૂંટણી પરિણામો બાદ કંઇક એવી પરિસ્થિતિ બની કે શિવસેના મુખ્યમંત્રી પદ પર જીદે ચડી અને આખરે એનસીપી-કૉંગ્રેસે શિવસેના સાથે હાથ મિલાવ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.