રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સંવૈધાનિક પરિવર્તન કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. તેઓ પોતાના સંવિધાનમાં ઘણા બદલાવ કરવા ઇચ્છે છે. તેમના આ પ્રસ્તાવનાં કારણે પ્રધાનમંત્રી દમિત્રી મેદવેદેવ સહિત સંપૂર્ણ કેબિનેટે રાજીનામું આપી દીધું છે. આ વાતની જાણકારી તેમણે બુધવારનાં આપી. આ નિર્ણય તેમણે રાષ્ટ્રપતિનાં ‘રાષ્ટ્રનાં નામે સંદેશ’ બાદ આપ્યો, જેમાં તેમણે સંવિધાનમાં બદલાવનો પ્રસ્તાવ રાખ્યો હતો.
પુતિને માર્ચ 2018માં રાષ્ટ્રપતિ પદ માટે એકવાર ફરી જીત નોંધાવી હતી. આ તેમની ચોથી જીત હતી. પુતિન 2024 સુધી રાષ્ટ્રપતિ પદ પર રહેશે. પૂર્વ પ્રધાનમંત્રી મિખાઇલ કાસ્યાનોવ (Mikhail Kasyanov)એ પુતિનની ટીકા કરતા કહ્યું કે, તેઓ સંવિધાનમાં ફક્ત એ માટે બદલાવ કરવા ઇચ્છે છે કારણ કે તેઓ હંમેશા રાષ્ટ્રપતિનાં પદ પર રહેવા ઇચ્છે છે. સંવિધાનનાં હિસાબે પુતિન આગામી સમયે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી નહીં લડી શકે.
પ્રધાનમંત્રી મેદવેદેવે પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમને રશિયાની સુરક્ષા સમિતિમાં ડેપ્યૂટી સેક્રેટરીનું પદ આપવાની જાહેરાત કરવામાં આવી. પુતિને કહ્યું કે, “મે રશિયાની સુરક્ષા સમિતિમાં ડેપ્યૂટી સેક્રેટરીનું પદ બનાવવાનું મન બનાવ્યું છે.” Komsomolskaya Pravda સમાચારપત્ર માટે ક્રેમલિનનાં રિપોર્ટર દમિત્રી સ્મિરનોવે ઘણા ચોંકાવનારા પ્રશ્નોનાં જવાબ આપતા ટ્વિટર પર કહ્યું કે, “એક જ દિવસમાં આ બધું કેમ થઈ ગયું?” તેમનો જવાબ, “તેનો મતલબ છે કે ક્રેમલિનનાં ઇતિહાસને સારી રીતે જાણે છે? ક્રાંતિને ઝડપથી લાવવી જોઇએ, પછી ભલે તે ક્યાંયથી પણ શરૂ થાય.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.