દેશમાં આજે તહેવારના રંગ વિખેરાઇ રહ્યા છે ત્યારે પીએમ મોદીએ દેશવાસીઓને હોળીની શુભેચ્છાઓ પાઠવી છે.
પીએમ મોદીએ ટ્વિટ કરતાં કહ્યું કે આપ સૌને હોળીની ખૂબ શુભેચ્છાઓ. આનંદ, ઉમંગ, હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર દરેકના જીવનમાં નવા ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરે.
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે દેશવાસીઓને હોળીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.
ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને પીએમ મોદીને હોળીની શુભકામનાઓ આપતા કહ્યું કે ઑસ્ટ્રેલિયાયના હિન્દુઑ અને મારા મિત્ર નરેન્દ્ર મોદીને આ તહેવારની શુભમાકનાઓ.
ગુજરાત સહિતના રાજ્યોમાં પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે અને લોકોને ઘરમાં રહીને જ તહેવાર ઉજવવાની તાકીદ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.