આજનો દિવસ કેવો રહેશે તમારા માટે, તે માટે જાણો…….

મેષ: (અ.લ.ઇ.): પ્રિય પાત્રોને મળવાની યોજના સફળ રહે. પણ મુસીબતો આવી શકે છે. પોતાના કામમાં હકારાત્મક પરિણામ આવશે. ખાવા-પીવાની બાબતે સંતુલન રાખવું પડશે. નહીં તો આરોગ્યના ખર્ચા વધશે. નવાં રોકાણ વીકની શરૂઆતમાં લાભદાયક રહેશે. એમાં જ અને કુટુંબની બાબતે તમારો પ્રભાવ વધશે

વૃષભ: (બ.વ.ઉ.): વિદ્યાર્થીઓને પોતાની ભૂલ અને ખામીઓ દૂર કરવાની તક મળશે. તેનો લાભ ભવિષ્યમાં મળશે. ખાનગી નોકરીમાં નવી તક ઊભી થશે. સમાજ અને કુટુંબજીવનમાં પ્રતિષ્ઠા સાચવવી. અપયશ મળી શકે છે. કોઇ નવા પરિચયો કે મિત્રોથી સાવધાન તથા પ્રેમમાં ભાવનામાં ખેંચાવું નહીં. ધનપ્રાપ્તિના રસ્તા મળે. માટે આયોજનપૂર્વક લાભ લેવો.

મિથુન: (ક.છ.ઘ.): બીજા માટે ઉદાહરણ કે પ્રેરણાનું કારણ તમો બની શકો છો. માટે પોતાની બુધ્ધિપ્રતિભા અને સ્વતંત્ર વિચારોને અનુમોદન આપવું. આયોજન પ્રમાણેનું કામ નુકસાનથી બચાવશે. પ્રેમીજનો તેમજ અંગત મિત્રો સાથે રોમેન્ટીક સમય પસાર થાય.

કર્ક: (ડ.હ.): પારિવારિક વ્યવસાય તેમજ શિક્ષણ, કલા, સંગીત, ખાણીપીણી, ટયુશન, પ્રવાસ, મોડર્ન ટેકનોલોજી વગેરેમાં પોતાનું ધ્યેય પાર પાડી શકશો. તમારો આત્મવિશ્વાસ તન અને મનને મજબૂત કરે. તમારી બુધ્ધિશકિત અને વ્યવહારકુશળતાની કદર થવાથી ઉત્સાહ વધશે. રોમેન્ટીક મુલાકાત થાય. લાભદાયક રોકાણ થાય.

સિંહ: (મ.ટ.): નવું કામ કરવા તેમજ ધંધો વગેરે કરવા માટે આપ માટે અનુકૂળ દિવસ. કુટુંબ-પરિવાર અને સમાજને ઉપયોગી બની શકશો તેમજ કોઇની નોકરી માટે મદદ કરનાર રહેશો. સમાજજીવનમાં સક્રિય રહેવાથી સફળતા મળે. આર્થિક બાબતે નવી યોજનાનો લાભ મળે.

કન્યા: (પ.ઠ.ણ.): આરોગ્ય માટે સભાન રહેવું પડશે.નિયમ અને ખાણીપીણીનું સંતુલન રાખવું જરૂરી રહેશે. જૂના, સારા અને ખરાબ અનુભવ કે યાદો કોઇ યાદ કરાવશે. ખોટાં રોકાણ થવાની શકયતા છે. ઘર, વાહન, વગેરે વસાવવાની તક મળે તેમ છે. તમારા ક્ષેત્રને અનુરૂપ સલાહ સૂચન મળવાથી લાભ થાય.

તુલા: (ર.ત.): વિદ્યાર્થીઓને પોતાની મહેનતનું ફળ મળશે. આર્થિક રોકાણ થાય. આરોગ્ય બાબતે સભાનતા આવવાથી સંતુલિત આકારનું આયોજન થાય અને કસરત તરફ આકર્ષણ વધશે. નવા પરિચયો નવું આકર્ષણ પેદા કરશે. નોકરી-ધંધામાં ભાવુક બનવાથી નુકસાન થાય.

વૃશ્ચિક: (ન.ય.): બીજા પર મૂકેલ વિશ્વાસનું ફળ મળશે. સ્ત્રી વર્ગનો સાથ મળે. આનંદ-પ્રમોદ માટે પ્રવાસનું આયોજન થાય. નવા શૈક્ષણિક કામથી લાભ થાય. વિદ્યાર્થીઓને તક મળે. પ્રેમમાં આકર્ષણ વધશે. નવું આર્થિક સાહસ લાભદાયક રહે. આરોગ્યની ચિંતા અને ખર્ચા વધશે. નોકરીમાં નવા ફેરફાર દોડધામ વધારે. છતાં તમારી કદર થાય.

ધન: (ભ.ધ.ફ.ઢ.): જીવનસાથી, સ્વજનો અને મિત્રો ઉપયોગી બનશે. વિદેશમાં વિદ્યાભ્યાસ, ઉચ્ચ શિક્ષણ, કાયદા-કાનૂન, લેખન, મુદ્રણ, મીડિયા પ્રકાશન, પ્રવાસને સંલગ્નને તક મળશે. નવા ફેરફાર નોકરીમાં લાભદાયક રહે. સરકારી યોજનાનો લાભ મળે. નવું વાહન કે ઘર ખરીદવાની અનુકૂળતા વધશે.

મકર: (ખ.જ.): વીમા-એજન્સી અને કરેલ રોકાણનો લાભ મળશે. અચાનક કોઇ મદદ મળવાથી અટવાયેલાં કામ પાર પડશે. પોતાના સ્વજન, મિત્રો, સંતાન વગેરેને ઉપયોગી બનશો. બીજાને મદદ કરવામાં સાવધાની રાખવી. સંતાનોના પ્રશ્નો સતાવે. નવા રોકાણમાં ધ્યાન રાખવું.

કુંભ: (ગ.સ.શ.ષ.): તમારા કુટુંબ પરિવાર સાથે કોઇ નાટક કે બનાવ ભારે પડી શકે છે. સમાજજીવનમાં સક્રિય રહેવાથી લાભ થશે. તમારાથી પ્રભાવિત લોકો તમને મદદરૂપ થશે. કોઇ ગૂઢ વિદ્યા કે આધ્યાત્મિક રીત કે નવી પધ્ધિતથી પ્રભાવિત થશો. વિદ્યાર્થીઓને બોજ અને થાકનો અનુભવ થાય.

મીન: (દ.ચ.ઝ.થ.): નોકરી ધંધામાં પ્રતિભાશાળી સાબિત થશો અને તેનો લાભ ભવિષ્યમાં પણ મળશે. કોઇ હરીફાઇની તૈયારી કરતા હશો તો તેમાં સુધારો થશે. કુટુંબ અને સમાજજીવનમાં તમારી પાસે અપેક્ષાઓ વધશે. માટે પોતાની ક્ષમતા અને હેસિયત પ્રમાણે મદદ કરવી. નવી ભાગીદારીનું આયોજન થઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.