શું AJSU થી અલગ છેડો ફાડીને ચૂંટણી લડવી બીજેપીને ભારે પડી? કરી દીધી મસમોટી ભૂલ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઑલ ઝારખંડ સ્ટૂડન્ટ યૂનિયન (આજસૂ)ની સાથે છેડો ફાડીને અલગ ચૂંટણી લડવી મોંઘી પડી રહી છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પરિણામોનાં અત્યાર સુધીનાં વલણોથી સ્પષ્ટ લાગે છે કે બીજેપી અને આજસૂએ સાથે મળીને ચૂંટણી લડી હોત તો તસવીર કંઇક અલગ હોત અને તેમનું ગઠબંધન સ્પષ્ટ બહુમતની સાથે સત્તામાં બિરાજમાન થાત.

ઝારખંડ ચૂંટણીનાં આવેલા વલણોમાં બીજેપીને 35 સીટો પર સરસાઈ મળતી જોવા મળી રહી છે, તો આજસૂ 7 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે કૉંગ્રેસ-જેએમએમ ગઠબંધનને 31 સીટો પર સરસાઈ છે, જેવીએમ 3 અને અન્ય દળો 3 સીટો પર આગળ ચાલી રહી છે. આવામાં જો બીજેપી અને જેએમએમ મળીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હોત તો આ આંકડો કંઇક અલગ હોત. ઝારખંડની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ 79 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. જ્યારે આજસૂએ 58 સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા. આવામાં સ્પષ્ટ છે કે ઝારખંડની 81 વિધાનસભા સીટોમાંથી 58 સીટો પર બીજેપી-આજસૂનાં ઉમેદવાર સામસામે હતા અને બંને દળોની વચ્ચે વોટ વહેંચાઈ ગયા છે.

આજસૂએ 5 એવી સીટો પર પણ ઉમેદવાર ઉતારીને બીજેપીને સીધો પડકાર આપ્યો થે, ડે અત્યારે બીજેપીનાં કબજામાં છે. આ રીતે જો બંને પાર્ટીઓ એક સાથે મેદાનમાં ઉતરી હોત તો આ 58 સીટો પર બંને દળોનાં વોટ એક થયા હોત. આ રીતે બીજેપી અને આજસૂને સ્પષ્ટ બહુમતી મળી હોત. ઉલ્લેખનીય છે કે ઝારખંડ બન્યા બાદથી બીજેપી અને આજસૂ સાથે રહ્યા છે, પરંતુ આ વખતે ચૂંટણીમાં સીટ શેરિંગ ફૉર્મૂલાને લઇને વાત ના બની શકે અને બંને પાર્ટીઓ અલગ અલગ થઈને મેદાનમાં ઉતરી હતી. આના કારણે રાજકીય પરિદ્રશ્ય બદલાઈ ગયું હતુ અને આની અસર ચૂંટણીનાં પરિણામોમાં જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.