એક દેશ એવો પણ છે જેણે વગર લોકડાઉને કોરોના વાયરસને સંપૂર્ણપણે મ્હાત આપી છે.

દુનિયા આખીમાં કોરોના વાયરસ કાળો કહેર વર્તાવી રહ્યો છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ભારત સહિત દુનિયાના લગભગ મોટાભાગના દેશોએ લોકડાઉન કર્યું છે. તેમ છતાંયે કોરોના વાયરસને ફેલાતો રોકવામાં ધારી સફળતા હાથ લાગતી નથી. પરંતુ એક દેશ એવો પણ છે જેણે કોરોના વાયરસને સંપૂર્ણપણે મ્હાત આપી છે. સૌથી મહત્વની વાત એ છે કે અહીં આખા દેશમાં એકપણ વાર લોકડાઉન આપવામાં આવ્યું નથી અને કોરોના વાઈરસને પરાજીત કર્યો છે.

આ દેશ પણ કોરોના વાયરસ જ્યાંથી પેદા થયો તે ચીનનો પાડોશી અને ટચુકડો દેશ જ છે. જેનું નામ છે દક્ષિણ કોરિયા. દક્ષિણ કોરિયા એક દેશ એવો છે જેણે બહુ ઝડપથી આ વાયરસ પર કાબૂ મેળવી લીધો છે. અહીં વાયરસ પર કાબૂ મેળવવા માટે થર્મલ ઇમેજિંગની સાથેસાથે લોકોને તેમના કામ જમણાને બદલે ડાબા હાથથી કરવાની ટ્રેઇનિંગ આપવામાં આવી છે. તેવી જ રીતે દક્ષિણ કોરિયામાં સેનાની મદદથી રસ્તાઓે સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે અને ધર્મગુરુઓને પણ તેમના અનુયાયીઓના શરીરના તાપમાન પર નજર રાખવામાં કહેવામાં આવી રહ્યું છે.

એક પણ દિવસ લોકડાઉન નહીં

સાઉથ કોરિયા દ્વારા કોરોના વાયરસ વિરૂદ્ધ કરવામાં આવેલા સકારાત્મક પ્રયાસ આખી દુનિયામાં રોલ મોડેલ તરીકે જોવામાં આવી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે અહીં એક દિવસ માટે પણ માર્કેટ લોકડાઉન નથી કરવામાં આવ્યું અને લોકોની હેરફેર પર પણ કોઈ જાતનો પ્રતિબંધ નથી મુકાયો. દક્ષિણ કોરિયાએ કોરોના વાયરસનો ટેસ્ટ કરવાની કિટનું પ્રોડક્શન બહુ ઝડપથી વધારવા પર ભાર મુક્યો છે.

તેવી જ રીતે દક્ષિણ કોરિયામાં દર 10 મિનિટમાં શરીર અને ગળાની તપાસ કરવામાં આવે છે અને હજારો સ્ક્રિનિંગ સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાની આ નીતિના હકારાત્મક પરિણામ પણ જોવા મળ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.