– વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ
જમ્મુ કશ્મીરની ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપીની નેતા મહેબૂબા મુફ્તીએ કેન્દ્રના શાસક પક્ષ ભાજપના નેતાઓને કાયર ગણાવ્યા હતા. 2019ના ઑગષ્ટની પાંચમીથી સતત નજરકેદમાં રહેલાં મહેબૂબાએ એક વિડિયો ક્લીપ રિલિઝ કરી હતી.
આ વિડિયો ક્લીપમાં મહેબૂબાએ ભાજપના નેતાઓને કાયર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તમે જુઓ કે આ કાયરો એક મહિલા પર કેવા અત્યાચાર કરી રહ્યા હતા.
જમ્મુ કશ્મીરની ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલમાં ભાજપ કરતાં ગુપકાર જૂથને વધુ બેઠકો મળતાં મહેબૂબા મૂડમાં આવી ગયાં હતાં અને ભાજપ પર મન મૂકીને વરસ્યાં હતાં. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપના નેતાએાએ 370મી કલમ રદ કરી તેથી જમ્મુ કશ્મીરના લોકો ખુશ નથી એ હકીકત ડીડીસીની ચૂંટણીનાં પરિણામોએ દેખાડી આપ્યું છે.
તેમણે એવો દાવો કર્યો હતો કે ગુપકાર જૂથ રાજ્યમાં 370મી કલમ પાછી લાવીને જ જંપશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.