“એક પવાર ત્યાં, તો એક પવાર આ બાજુ”, SCમાં મહારાષ્ટ્ર પર થઈ તીખી-તમતમતી દલીલો


સુપ્રીમ કૉર્ટમાં મહારાષ્ટ્ર પર સુનાવણી થઈ. સુપ્રીમ કૉર્ટે આ મામલે આજે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે અને આવતીકાલે ફેંસલો સંભળાવશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તરફથી પૈરવી કરી રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, “અમારા ચૂંટણી પહેલાનાં ભાગીદાર સાથે પરિણામ આવ્યા બાદ મતભેદ થયો. પછી એનસીપીએ પંદર દિવસ બાદ અમને સમર્થન આપીને સરકાર બનાવવા અને ચલાવવા પર સહમતિ બનાવી. એક પવાર અમારી સાથે છે તો બીજો પવાર તેમની સાથે. આ કેસ કર્ણાટકનાં યેદિયુરપ્પા મામલાથી અલગ છે.”

આ દલીલમાં સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, “સંવૈધાનિક સ્થિતિઓ કર્ણાટકથી અલગ છે. અહીં સંવૈધાનિક પાસું પણ સામેલ છે. 145નાં જાદુઈ આંકડા પ્રમાણે 170નાં સમર્થનનો પત્ર છે. તેઓ હવે નિશ્ચિત રીતે કહેશે કે આ સહી ખોટી છે. સિંઘવી રવિવારનાં આ કૉર્ટમાં જ કહી ચુક્યા છે.” તુષાર મહેતાએ જ્યાં આખા અસ્તબળનાં ગાયબ થવાની વાત કરી, તેના પર કપિલ સિબ્બલે જવાબ આપ્યો. સિબ્બલે કહ્યું કે, “ફક્ત ઘોડેસવાર જ ભાગ્યા છે, ઘોડાઓ ત્યાં જ છે.” મુકુલ રોહતગીએ કહ્યું કે, “ધારાસભ્યોને હોટલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા, ફેંસલો જલદી થવો જોઇએ.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.