એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલસામાનના પરિવહન પર પ્રતિબંધ નહીં મૂકવા રાજ્યોને નિર્દેશ

 

 

દેશમાં કોરોના કાળમાં અનલોકિંગની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે લોકો અને માલસામાનના આંતર-રાજ્ય પરિવહન પર પ્રતિબંધો નહીં મૂકવા માટે કેન્દ્ર સરકારે બધા જ રાજ્યોને નિર્દેશ આપ્યા છે. દેશમાં કોરોનાના કેસમાં થઈ રહેલો વધારો અવિરત ચાલુ છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 71,126 કેસ નોંધાયા હતા અને વધુ 920નાં મોત નીપજ્યાં હતાં.

આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 30,37,657 થઈ છે અને મૃત્યુઆંક 56,762 થયો છે. જોકે, આ સમયમાં કોરોનાના કુલ 22,71,054 દર્દી સાજા થયા છે. શનિવારે એક જ દિવસમાં કોરોનાના 59,543 દર્દી સાજા થયા હતા અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા જ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને લોકો તથા માલ-સામાનના પરિવહન પર વિવિધ જિલ્લાઓ અને રાજ્યો દ્વારા સૃથાનિક સ્તરે મૂકાયેલા નિયંત્રણો દૂર કરવા નિર્દેશો આપ્યા હતા.

અનલૉક 3ની માર્ગદર્શિકા મુજબ ભલ્લાએ જણાવ્યું હતું કે, સૃથાનિક તંત્ર દ્વારા માલ-સામાનના પરિવહન પર મુકાતા નિયંત્રણોથી માલ-સામાન અને સેવાની પુરવઠા ચેઈન ખોરવાઈ રહી છે અને તેનાથી આિર્થક પ્રવૃત્તિઓ તેમજ રોજગારીને મોટો ફટકો પડી રહ્યો છે. માર્ગદર્શિકાઓમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે પડોશી દેશો સાથે સંધીઓ હેઠળ સરહદ પારના વેપાર માટે માલ-સામાનના પરિવહન માટે અલગથી કોઈ મંજૂરી આૃથવા ઈ-પરમીટની જરૂર નથી.

દરમિયાન ભારતે એક દિવસમાં કોરોના માટે 10 લાખથી વધુ સેમ્પલના ટેસ્ટિંગનું સિમાચિહ્ન સર કર્યું છે અને અત્યાર સુધીમાં દેશમાં કુલ 3.44 કરોડથી વધુ સેમ્પલ્સના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

મંત્રાલયે ઉમેર્યું હતું કે, રાજ્યોમાં કોરોનાના ટેસ્ટિંગમાં વેગ આવવા છતાં કોરોનાનો પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે. દેશમાં કોરોનાના ટેસ્ટનું પ્રમાણ જે વિક્રમી ગતિએ વધી રહ્યું છે તેની સરખામણીમાં પોઝિટિવિટી રેટમાં શરૂઆતમાં વધારો નોંધાયો હતો, પરંતુ પાછળથી આ દર ઘટવા લાગ્યો છે.

આઈસીએમઆરે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાની તપાસ માટે સરેરાશ દૈનિક 8.89 લાખથી વધુ ટેસ્ટ થયા હતા. શુક્રવારે એક જ દિવસમાં કુલ 10,23,836 સેમ્પલ્સના ટેસ્ટ કરાયા હતા. 21મી ઑગસ્ટ સુધીમાં દેશમાં કોરોનાની તપાસ માટે 3,44,91,073 સેમ્પલ્સના ટેસ્ટ થયા છે. ભારતમાં પ્રતિ એક લાખની વસતીએ 74.7 લોકોના ટેસ્ટિંગનો દર છે, જે વિશ્વ આરોગ્ય સંસૃથાની

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.