એક સમય એવો હતો જ્યારે ભારતના વડાપ્રધાનની પાડોશી દેશો પર ધાક હતીઃ રાહુલ ગાંધી

1971માં પાકિસ્તાન સામે યુધ્ધમાં ઐતહાસિક વિજયની 50મી વર્ષગાંઠની ઉજવણીના મોકા પર પણ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આડકતરી રીતે પીએમ મોદી પર નિશાન તાક્યુ હતુ.

રાહુલ ગાંધીએ વિજય દિવસની શુભેચ્છાઓ આપતા કહ્યુ હતુ કે, 1971માં ભારતની પાકિસ્તાન પર ઐતહાસિક જીતના ઉત્સવ પર દેશવાસીઓને શુભકામનાઓ અને ભારતીય સેનાની વીરતાને મારા નમન છે.આ એ સમયની વાત છે જ્યારે ભારતના પાડોશી દેશો પર ભારતના વડાપ્રધાનની ધાક હતી અને પાડોશી દેશો ભારતની સીમાઓનુ ઉલ્લંઘન કરતા ડરતા હતા.

ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બરના દિવસે જ પાકિસ્તાને ભારત સામે શરમજનક રીતે શરણાગતિ સ્વીકારી હતી અને પાકિસ્તાનમાંથી છુટા પડેલા પ્રદેશમાંથી બાંગ્લાદેશ નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો હતો.

આજે આ ઐતહાસિક દિવસની 50મી વર્ષગાંઠ દેશ ઉજવી રહ્યો છે અને દેશના નેતાઓ પણ આ દિવસ માટે લોકોને અને ભારતીય સેનાને અભિનંદન આપી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.