એક સમયે મોદીને વિઝા ન આપનાર ટ્રમ્પના ગુજરાતના આગમનથી શું ગુજરાતીઓ ગૌરવ અનુભવે છે? : સી.કે. પટેલ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના મહેમાન બનશે. અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે આ ગૌરવની વાત છે. બીજો સંયોગ એવો પણ છે કે એક સમયે જે અમેરિકાએ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિઝા આપ્યા ન હતા તે જ ગુજરાતમાં હવે તેમના દેશના રાષ્ટ્રપ્રમુખ આવી રહ્યા છે. જે સમયે વિઝા નકાર્યા હતા ત્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, હવે તેઓ દેશના વડાપ્રધાન છે.

નોંધનીય છે કે 1993 બાદ નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા ન હતા. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ અમેરિકા જઇ શક્યા ન હતા. અમેરિકન સરકાર તે વખતે વિઝા ન આપતા તેઓ અમેરિકાનો પ્રવાસ કરી શક્યા ન હતા. અમેરિકાએ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિઝા ન આપતા તે સમયે અમેરિકામાં વસતા તેમના લાખો ચાહકો અને અમેરિકન ગુજરાતીઓને ઠેંસ પહોંચી હતી. એ સમયે ત્યાં વસતા અનેક ભારતીય-અમેરિકનોએ યુએસના સાંસદોને રજુઆત કરી હતી કે એક દિવસ આ વ્યક્તિ ભારતના પીએમ બનશે. ત્યારે તમે શું કરશો?

પાટીદાર અગ્રણી વિશ્વ ગુજરાત સમાજના પ્રમુખ સી.કે. પટેલે જણાવ્યું કે, “જ્યારે અમેરિકાએ નરેન્દ્ર મોદીના વિઝા નકાર્યાં હતા ત્યારે અમેરિકામાં રહેતા તમામ ગુજરાતીઓએ સરકાર સમક્ષ પ્રશ્ન ઉભો કર્યો હતો. તમામ લોકોનું કહેવું હતું કે અમેરિક સંસદ શા માટે નરેન્દ્ર મોદીનને વિઝા નથી આપતી? અમેરિકન સરકાર તે સમય નરેન્દ્ર મોદી સાથે અન્યાય કર્યો હતો.અમેરિકાએ નરેન્દ્ર મોદીને વિઝા ન આપતા તે સમયે સમાજના આગેવાનો અને તમામ ગુજરાતીઓ અમેરિકા સંસદો અને સેનેટરોના દરવાજા પણ ખખડાવ્યા હતા. તમામ લોકોએ તેમને કહ્યું હતું કે તમે નરેન્દ્ર મોદી સાથે ખોટું કરી રહ્યા છો. એક સમય આવશે કે આ વ્યક્તિ વડાપ્રધાન બનીને અમેરિકાના પ્રવાસે આવશે. ત્યારે તમારું શું થશે?”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.