એક સમયે પાકિસ્તાનને સાથ આપનારા આ દેશો ભારત પાસે માગી રહ્યાં છે દવાની ભીખ!

નવી દિલ્હીઃ ભારતે જ્યારે કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યો તો મલેશિયા અને તુર્કી બંને એવાં દેશો હતા, જેમણે પાકિસ્તાનને સાથ આપ્યો હતો. હવે જ્યારે આખી દુનિયા કોરોના મહામારીના કહેરમાં ફસાયેલી છે ત્યારે આ બંને દેશો ભારત પાસે આશા રાખી રહ્યા છે. આ આશાનું કારણ છે, એન્ટી-મેલેરિયા ડ્રગ હાઈડ્રોક્સીક્લોરોક્વીન.

આ દવા સુપરપાવર અમેરિકાથી લઈને બ્રાઝિલ સહિત ઘણા દેશોએ ભારત પાસે માગી છે. ત્યારે હવે પાકિસ્તાનને પોતાનો સાચો મિત્ર માનનારા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ મલેશિયા અને તુર્કીનું નામ પણ તેમાં જોડાઈ ગયુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.