AKASA એરલાઇનની પહેલી ઉડાન સેવા 7 ઓગ્સટથી મુંબઇ-અમદાવાદ વચ્ચે શરૂ થશે, ટિકિટનું બુકિંગ શરૂ…

દેશમાં હવે ટૂંક સમયમાં શેર બજારના દિગ્ગજ રાકેશ ઝુનઝુનવાલાની નવી અકાશા એરલાઇન ઉડાન ભરતી જોવા મળશે. અકાસા એરલાઇને જાહેરાત કરી છે કે, તે પોતાની પહેલી કમર્શિયલ વિમાન સેવા 7 ઓગસ્ટથી મુંબઇ અને અમદાવાદ વચ્ચે શરૂ કરશે. શેરબજારના દિગ્ગજ રાકેશ ઝુનઝુનવાલાના રોકાણ વાળી અકાસા એરલાઇને વધુમાં જણાવ્યું છે કે, તે પોતાની પહેલી વિમાન સેવા માટે બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટનો ઉપયોગ કરશે.

અકાસા એર દ્વારા જારી એક નિવેદનમાં જણાવાયું છે કે, તેને 28 સાપ્તાહિક ઉડાનો માટે ટિકિટનું વેચાણ પણ શરૂ કર્યું છે. આ ઉડાનો 7 ઓગસ્ટથી મુંબઇ અને અમદાવાદ વચ્ચે સંચાલિત કરવામાં આવશે. તે સાથે જ 28 સાપ્તાહિક ઉડાન 13 ઓગસ્ટથી બેંગ્લુરુ અને કોચી રૂટ પર સંચાલિત કરવામાં આવશે. તેની ટિકિટોનું વેચાણ પણ શરૂ થઇ ચૂક્યું છે.

737 મેક્સ વિમાનો સાથે ઉડાન સેવા શરૂ કરશે

અકાસા એરલાઇન અનુસાર તે બે 737 મેક્સ વિમાનોની સાથે પોતાના કર્મશિયલ પરિવહન શરૂ કરશે. કંપનીના નિવેદન પ્રમાણે બોંઇંગે તેને એક મેક્સ વિમાનની ડિલિવરી આપી છે અને બીજી વિમાનની ડિલિવરી આ મહિનાના અંત સુધીમાં થઇ જવાની શક્યતા છે. અકાસા એરના સહસંસ્થાપક અને ચીફ કર્મશિયલ ઓફિસર પ્રવીણ અય્યરે કહ્યું હતું કે, અમે એકદમ નવા 737 મેક્સ વિમાનનો ઉપયોગ કરતા મુંબઇ અને અમદાવાદ વચ્ચે ઉડાન શરૂ કરીને એરલાઇનની કર્મશિયલ સેવાનો પ્રારંભ કરીશું.

પ્રવીણ અય્યરે ઉમેર્યું હતું કે, અમે અમારી નેટવર્ક વિસ્તરણની યોજનાઓના અમલીકરણ માટે તબક્કાવાર દૃષ્ટિકોણ અપનાવશે. અમે તબક્કાવાર એક પછી એક વધુ શહેરોમાં અમારી વિમાન સેવાની શરૂઆત કરીશું. અમારી યોજના દર મહિને અમારા બેડામાં બે નવા વિમાન જોડવાની છે.

DGCA તરફથી લીલી ઝંડી

આપને જણાવી દઇએ કે એવિએશન રેગ્યુલેટર (DGCA) તરફથી ઓગસ્ટ 2021માં અકાસા એરના મેક્સ વિમાનોને લીલી ઝંડી મળી હતી. આ પછી એરલાઇન કંપનીએ ગત વર્ષે 26 નવેમ્બરના રોજ વિમાન નિર્માતા કંપની બોઇંગની સાથે 72 મેક્સ વિમાનની ખરીદી માટે એક ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.