અજય દેવગણે પોતાની આવનારી ફિલ્મ ‘મે ડે’ના શૂટિંગની ઘોષણા કરી હતી. આ ફિલ્મમાં તેની ઓપોઝિટ આકાંક્ષા સિંહ કામ કરવાની છે.
આકાંક્ષાએ જણાવ્યું હતું કે, અજય દેવગણ અને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક મળવી એને હું મારું સારુ ભાગ્ય માનું છું. હું મારી કારકિર્દીમાં એક આવી જ પળની રાહ જોઇ રહી હતી. અજય સર આ ફિલ્મનું દિગ્દર્શન પણ કરવાના છે. હું આ ફિલ્મમાં અજયના પાત્રની પત્નીમાં જોવા મળીશ. આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ પણ કામ કરી રહી છે.
અજય દેવગણ અને અમિતાભ બચ્ચન સાત વરસ પહેલા રૂપેરી પડદે સાથે જોવા મળ્યા હતા. તેમણે ભૂતમકાળમાં સત્યાગ્રહ, ખાકી અને મજર સાહેબમાં સાથે કામ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.