આખા ભારતમાં ઉત્તરથી દક્ષિણ સુધી ક્યાંક છે વરસાદ તો ક્યાંક પડ્યો બરફ, જુઓ ફોટો

 વરસાદને કારણે લોકોને ગરમીમાં થોડી રાહત મળશે. જ્યાં ઉત્તર ભારતમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે વરસાદનાં સમાચાર સામે આવ્યા છે. તો દક્ષિણમાં આંધ્રપ્રદેશ  અને તામિલનાડુમાં સતત વરસાદ વરસી રહ્યો છે. તેના સિવાય મુરાદાબાદમાં પણ વરસાદની સાથે કરા પડ્યા છે.આંધ્રપ્રદેશની તીર્થનગરી તિરુમાલામાં રવિવારે બપોરે ભારે વરસાદ વરસ્યો હતો. અહીં વરસાદ બાદ વાતાવરણ સારું થઈ ગયુ હતુ.

દિલ્હીમાં અમુક જગ્યાઓ ઉપર વરસાદ જોવા મળ્યો છે. આ ફોટો રાજપથ જતા એક રસ્તાનો છે.

ઉત્તર પ્રદેશનાં મુરાદાબાદવા ઠાકુરદ્વારામાં વરસાદની સાથે કરા પડ્યા હતા. તેનાંથી ખેડૂતોનો ઘઉંનો પાક બગડી શકે છે.

તામિલનાડુની રાજધાની ચેન્નાઈમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આ ફોટો ચેન્નાઈનાં કોયાંબેડૂ બ્રિઝનો છે.

બિહારની રાજધાની પટનામાં વરસાદ થયો હતો. અહીં આકાશમાં વીજળી પણ કડકી હતી. ગરમીમાં વરસાદ રાહત આપનારો સાબિત થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.