આઇએમએફના રિપોર્ટ અનુસાર આખા વિશ્વ પર દેવાનો બોઝ આશરે 188 ટ્રિલિયન ડોલર (188 લાખ કરોડ ડોલર)નો છે. રકમનો અંદાજો આનાથી જ લગાવી શકાય છે કે ભારતની અર્થવ્યવસ્થાનો આકાર માત્ર 2.7 લાખ કરોડ ડોલરનો છે જ્યારે, દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાનો આકાર આશરે 21.35 લાખ કરોડ ડોલરનો છે.
આઇએમએની પ્રમુખ ક્રિસ્ટલીના જોર્જીવાએ દેવાના આટલા વિશાળકાય બોઝ પર ચિંતા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે દેવાની રકમ વિશ્વના કુલ ઉત્પાદનના બમણાથી પણ વધારે છે. તેમણે ચેતાવણીથી ભરેલા અંદાજમાં કહ્યું કે જો અર્થ વ્યવસ્થાની ગતિ ધીમી થઇ જાય છે તો સરકાર વધારે ઇન્ડિવ્યુઝઅલ ખતરાથી ઘેરાઇ જાય છે. જણાવી દઇએ કે 2016માં આખા વિશ્વ પર દેવાનો બોઝ આશરે 188 લાખ કરોડ ડોલર હતો.
કેન્દ્ર સરકાર દર વર્ષે લાખો કરોડ રૂપિયા માત્ર દેવા પર વ્યાજ ચુકવનારામાં ખર્ચ કરી દે છે. ગત બજેટમાં સરકારે દેવા પર વ્યાજ ચૂકવવા માટે 5.57 લાખ કરોડ અલોટ કર્યું હતું. બજેટ 2019-20ની વાત કરીએ તો સરકારે આશરે 27.80 લાખ કરોડ રૂપિયા ખર્ચનું લક્ષ્ય રાખ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.