પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે દેશના કરોડો અન્નદાતાઓ માટે આજનો દિવસ અતિમહત્વનો છે. સવારે 11 વાગ્યે વીડિયો કૉંફરેન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો આઠમો હપ્તો ખેડૂતોના ખાતામાં જાહેર કરવામાં આવશે.
ભારત સરકાર દ્વારા કિસાન સમ્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે જેમાં ભારતના કરોડો ગરીબ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં સીધી જ ટ્રાન્સફર કરવામાં આવે છે. ભારત સરકારની યોજના અનુસાર દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા આર્થિક સહાય યોજના દ્વારા આપવામાં આવે છે ત્યારે આવતીકાલે આ જ યોજના હેઠળ પીએમ મોદી ખેડૂતોને ફરી વાર ભેટઆપવાના છે.
આ યોજનાના આધારે દર વર્ષે મોદી સરકાર ખેડૂતોને 6000 રૂપિયા 2000 રૂપિયાના 3 ભાગમાં તેમના ખાતામાં આપે છે. પહેલો હપ્તો 31 જુલાઈ, બીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર અને ત્રીજો હપ્તો 31 માર્ચની વચ્ચે આવે છે. હોળી પહેલા આ વર્ષની શરૂઆતમાં પહેલી અને યોજના શરૂ થયા બાદના આઠમા હપ્તાને લઈને આવવાની આશા નથી
- સૌ પહેલા તો તમે પીએમ કિસાનની અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાઓ.
- અહીં તમને જમણી બાજુએ ‘Farmers Corner’ નો વિકલ્પ મળશે.
- અહીં ‘Beneficiary Status’ના ઓપ્શન પર ક્લિક કરો. અહીં નવું પેજ ખુલશે.
- નવા પેજ પર જાઓ અને સાથે બેંક ખાતા સંખ્યા, મોબાઈલ નંબરમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો. આ 3 નંબરોની મદદથી તમે તેને ચેક કરી શકો છો કે તમારા એકાઉન્ટમાં રૂપિયા આવ્યા કે નહીં.
- તમે જે વિકલ્પને પસંદ કર્યો છે તેનો નંબર ભરો અને પછી ‘Get Data’ પર ક્લિક કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.