પૂર્વ CM અખિલેશ યાદવ કોરોના પોઝિટિવ,અખિલેશ યાદવે હરિદ્વારમાં કુંભમાં ભાગ લીધો હતો

સપા પ્રમુખ અખિલેશ યાદવે ટ્વીટ કરી જાણકારી આપી કે હમણા હમણા  મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મે પોતાને બધાથી અલગ કરી દીધો છે તથા ઘરે જ સારવાર શરુ  કરી છે. તથા ઘરે જ સારવાર શરુ થઈ ગઈ છે. ગત કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે.  તેમને વિનમ્ર આગ્રહ છે કે તે પોતાનો ટેસ્ટ કરાવી લે.

ઉલ્લેખનીય છે કે હાલમાં અખિલેશ યાદવે ઉત્તરાખંડના હરિદ્વારમાં જારી કુંભમાં ભાગ લીધો હતો.

તેમણે અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ મહારાજની મુલાકાત લીધી હતી, જ્યારે નરેન્દ્ર ગિરિ પોઝિટિવ હતા. હવે બે દિવસ બાદ અખિલેશ યાદવ પોતે કોરોના પોઝિટિવ આવ્યા છે. જો કે પછીથી એવું સામે આવ્યુ હતુ કે અખિલેશ યાદવ નરેન્દ્ર ગિકિ મહારાજને સવારે મળ્યા હતા અને તે સાંજે પોઝિટિવ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં ઉત્તર પ્રદેશમાં 18 હજારની આસપાસ નવા મામલા સામે આવ્યા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધારે રેકોર્ડ નોંધાવનારા છે. જો લખનૌની વાત કરીએ તો 5 હજારથી વધારે મામલા સામે આવ્યા હતા. સ્થિતિ એટલી ખરાબ છે કે લખનૌમાં બેડ નથી મળી રહ્યા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.