અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા વેપારયુદ્ધનો અંત આવે તેવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, ચીન અને અમેરિકા છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા ટ્રેડવોરમાં એકબીજાના માલસામાન પર લાદેલી જકાત તબક્કાવાર રીતે પાછી ખેંચવા સહમત થઈ ગયા છે. જોકે, ચીન દ્વારા આ માટેનું કોઈ સમયપત્રક અપાયું નથી. ચીન અને અમેરિકા વચ્ચે 15મી ડિસેમ્બરે વચગાળાનો વેપારકરાર થાય તેવી સંભાવના છે. જેમાં અમેરિકા દ્વારા મોબાઇલ ફોન, લેપટોપ કમ્પ્યૂટર અને રમક.ડાં સહિતની 15૬ બિલિયન અમેરિકન ડોલરની ચીની આયાતો પરની જકાત રદ કરે તેવી શરત ઉમેરાવાના સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે.
ચીની વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તા ગાઓ ફેંગે જણાવ્યું હતું કે, કોઈપણ કરાર માટે જકાત પાછી ખેંચવી એક મહત્ત્વની શરત છે. બંને દેશ વચ્ચે પહેલા ચરણનો વેપારકરાર શક્ય બનાવવા માટે એકબીજાના સામાન પર લાદેલી કેટલીક જકાત રદ કરાય તે જરૂરી છે. પત્રકાર પરિષદને સંબોધન કરતાં ફેંગે જણાવ્યું હતું કે, ચીન અને અમેરિકા વચ્ચેના વેપારયુદ્ધનો પ્રારંભ એકબીજાના સામાન પર જકાત લાદવા સાથે થયો હતો અને તેનો અંત પણ જકાતો રદ કરીને લાવવો જોઈએ. બંને દેશ એકબીજા પર લાદેલી આયાત જકાત એક સરખા પ્રમાણમાં રદ કરે તે જરૃરી છે, પરંતુ કેટલી સંખ્યામાં જકાત રદ કરાય તે અંગે ચર્ચા થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.