બોલિવૂડનાં ખેલાડી એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar) એ તેમની એક્ટિંગ ફીમાં વધારો કર્યો છે. તે દર વર્ષે તેની ફિલ્મ દ્વારા ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવે છે. અક્ષય તે ખાસ એક્ટર્સમાં શામેલ છે જે વર્ષમાં સૌથી વધુ ફિલ્મ કરે છે.
લોકડાઉનમાં તેણે ભલે તેનો સમય પરિવાર સાથે વિતાવ્યો હોય. પણ જેમ અનલોક થતયુ તેણે તુરંત જ શૂટિંગ શરૂ કરી દીધુ હતું. હાલમાં અક્કીએ તેની ફીમાં વધારો કર્યાની ખબર ચર્ચામાં છે
બોલિવૂડ હંગામાની રિપોર્ટ મુજબ લોકડાઉનનાં થોડા મહિનામાં જ અક્ષય કુમારે તેની ફઈ 98 કરોડથી 108 કરોડની, પછી હાલમાં સાઇન કરવામાં આવેલી ફિલ્મો માટે 117 કરોડ રૂપિયા લીધા છે. જે 2021માં રિલીઝ થશે. તો, 2022માં રિલીઝ થનારી ફિલ્મો માટે તે ફી રૂપે 135 કરોડ રૂપિયા લેશે.
અક્ષય કુમારની મોટા ભાગની ફિલ્મોનું પ્રોડક્સન બજેટ આશરે 35થી 45 કરોડની વચ્ચે રહેશે. આ ઉપરાંત 15 કરોડ રૂપિયા પ્રિન્ટ અને પબ્લિસિટી પર ખર્ચ થશે. કૂળ ફિલ્મ પર 50થી 60 કરોડ રૂપિયા ખર્ચ થશે. જેમાં અક્ષય કુમારની ફીસ મેળવી આ બજેટ 185થી 195 કરોડન વચ્ચે રહેશે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમારની ગત ફિલ્મ લક્ષ્મી રિલીઝ થઇ હતી. તેની અપકમિંગ ફિલ્મ સુર્યવંશી તૈયાર છે તેની બેલ બોટમની શૂટિંગ પૂર્ણ થઇ ગઇ છે. જેમાં અક્ષય કુમાર પાસે અતરંગી રે, ‘પૃથ્વીરાજ’, ‘રામ સેતુ’, ‘મિશન લૉયન’, ‘રક્ષા બંધન’ જેવી ઘણી ફિલ્મો છે જે આવનારા 2 વર્ષમાં રિલીઝ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.