પંજાબમાં ખેડૂતોનું આંદોલન. અક્ષય કુમારની ફિલ્મ આ રાજયમાં નહીં થવા દે પ્રદશિઁત.

બોલીવુડ એકટર અક્ષય કુમારની નવી ફિલ્મ બેલ બોટમનાં વિરોધમાં ખેડૂતો પ્રદશઁન કરી રહ્યાં છે. કિસાન મજદૂર એકતા સંગઠનનાં નામે ભેગા થયેલા ખેડૂતોએ કહ્યું કે, એકટર અક્ષય કુમારે કેન્દ્ર સરકારનાં ૦૩ કૃષિ કાયદા મુદ્દે પંજાબનો પક્ષ લીધો નથી.

તેથી તેની ફિલ્મ પંજાબમાં દેખાડી શકાશે નહીં.ખેડુતોએ ફિલ્મ જોઈ બહાર આવતાં લોકોને વિરોધમાં કાળા વાવટા દેખાડ્યાં હતાં.

પંજાબનાં ખેડૂતોએ અક્ષય કુમાર સામે મોરચો ખોલ્યો છે. અભિનેતાથી નારાજ ખેડૂતોએ તેમની નવી ફિલ્મ બેલ બોટમનાં વિરોધમાં સોમવારે પટિયાલામાં વિરોધ પ્રદર્શન કર્યું.

લાંબા સમય પછી, સિનેમાધરોમાં એક ફિલ્મ રજૂ થઈ છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારનાં ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતો ગયાં વષઁથી દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

https://www.youtube.com/watch?v=5AdgKGPPJpc

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.