– એની વેબ સિરિઝના દ્ર્શ્ય સામે ફરિયાદ થઇ હતી
ટોચની ટીવી નિર્માત્રી નિર્દેશક એકતા કપૂરે પોતાની એક વેબ સિરિઝમાં ભારતીય લશ્કર વિશે કહેવાતી વાંઘાજનક સામગ્રી રજૂ કરી હોવાની ફરિયાદ બદલ એની સામે ઇંદોર (મધ્ય પ્રદેશ)ની હાઇકોર્ટમાં કેસ ચાલશે.
વેબ સિરિઝમાં ભારતીય લશ્કર વિશે એક વાંધાજનક સામગ્રી જોઇને એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરી હતી. નીચલી કોર્ટમાં એકતાના વકીલે કહ્યું હતું કે આવી કોઇ વાંઘાજનક સામગ્રી અમે રજૂ કરી નથી. ફરિયાદી અને પોલીસની દલીલ એવી હતી કે ઓટીટી પ્લેટપોર્મ પર અશ્લીલ અને વાંધાજનક સામગ્રી એડિટિંગ વિના પ્રસ્તુત થઇ રહી હતી. નિર્માતા નિર્દેશકો પર સખત કાર્યવાહી થાય એ જરૂરી હતું.
ઇંદોર હાઇકોર્ટે એકતાને નોટિસ મોકલીને રૂબરૂ કોર્ટમાં હાજર થવાનું જણાવ્યું હતું. તમામ પક્ષોની વાતો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો રિઝર્વ રાખ્યો હતો. બુધવારે જસ્ટિસ સતીશચંદ્ર શર્મા અને જસ્ટિસ શૈલેન્દ્ર શુક્લાએ પોતાનો ચુકાદામાં એકતાને ઇંદોર હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ આવવાનો આદેશ આપ્યો હતો.
એકતા પર ધાર્મિક ભાવના ભડકાવવાનો અને રાષ્ટ્રહિત સાથે સંકળાયેલા કાયદાઓ હેઠળ કેસ કર્યો હતો. ભારતીય લશ્કરને અયોગ્ય રીતે રજૂ કરાયાનો આક્ષેપ મુખ્ય હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.