અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ મંગળવારે એકવાર ફરી ભયાનક આંતકી હુમલાના કારણે હચમચી ગઈ. કાબુલના પશ્ચિમ વિસ્તારમાં આતંકવાદીઓએ એક પ્રસૂતિ હોસ્પિટલ પર હુમલો કર્યો. જેમાં બે નવજાત શિશુઓ સહિત 14 લોકોના મોત થયા છે. માહિતી મુજબ આંતરિક બાબતોના મંત્રાલયે જે તસવીરો જાહેર કરી છે. તે મુજબ અફઘાનિસ્તાન સુરક્ષા દળના જવાનોએ હોસ્પિટલથી કેટલા બાળકો અને તેમની માતાઓને સુરક્ષિત બાહર કાઢ્યા છે. આપણે જણાવી દઈએ કે આ પહેલા માર્ચ મહિનામાં પણ કાબુલમાં ઘાતક આતંકી હુમલો થયો હતો.
માહિતી મુજબ હિંસાની આગે કાબુલથી આગળના અન્ય વિસ્તારોને પણ પોતાની ચપેટમાં લીધા છે. ઇસ્લામિક સ્ટેટનું પ્રભુત્વ ધારવતા નાનગરહર પ્રાંતમાં એક અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટ કરી ઓછામાં ઓછા 21 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જ્યારે આ ઘટનામાં 55 લોકોને ગંભીર ઈજા થઈ હતી. પૂર્વી ખોસ્ત પ્રાંતમાં એક અન્ય ઘટનામાં એક બજારમાં બોમ્બ વિસ્ફોટ થતા એક બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે 10 લોકો ઘાયલ થયા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ આંતરિક બાબતોના મંત્રાલયના પ્રવક્તા તારિક એરીએ કહ્યું કે બિલ્ડિંગથી 100 માતાઓ અને બાળકોને બહાર સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હુમલામાં 15 અન્ય લોકો ઘાયલ થયા છે. જેમા મહિલાઓ અને બાળકો સામેલ છે. જો કે કાબુલમાં થયેલ આ આતંકી હુમલાની અત્યાર સુધી કોઈ જવાબદારી લીધી નથી. આપણે જણાવી દઈએ કે આઈએસ અને તાલિબાન આતંકવાદી સંગઠન અફગાન સૈન્ય અને સશસ્ત્ર દળ પર હુમલો કરતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.