ગેંગસ્ટરમાંથી માફિયા બનેલા અને પછી રાજકારણી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની ગયા અઠવાડિયે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને તેની હત્યાને લઈને હવે આતંકી સંગઠન અલ કાયદાએ તેના મોતનો બદલો લેવાની વાત કરી છે અને વાયરલ લેટર અનુસાર આતંકવાદી સંગઠને કહ્યું છે કે તેઓ જેહાદ દ્વારા અતીક-અશરફની હત્યાનો બદલો લેશે. જે લોકો પણ આ ઘટનામાં સામેલ હતા તેમને પાઠ ભણાવવામાં આવશે. અલકાયદાએ કહ્યું કે, અતીક-અશરફની હત્યાનો બદલો લેવા માટે જો તેને પોતાના બાળકોનું બલિદાન આપવું પડશે તો તે તે પણ કરવા તૈયાર છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અલકાયદાના 7 પાનાના પત્રમાં અતીક-અશરફની હત્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ બંને માફિયા ભાઈઓની ઉત્તર પ્રદેશમાં લાઈવ ટીવી કેમેરાની સામે તેમના માથા પર બંદૂક મૂકીને હત્યા કરવામાં આવી હતી અને તેમની હત્યાનો બદલો લેવાની જરૂર છે.
અલકાયદાના પત્રમાં અતીક-અશરફની ઘટનાની સાથે રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ બળજબરીથી ભગવો ધ્વજ લગાવવાની અને કાશ્મીરમાં લોકોને હેરાન કરવાનો આરોપ લગાવીને જેહાદ કરવાની વાત કરવામાં આવી છે અને આ પત્રમાં સમગ્ર વિશ્વમાં મુસ્લિમો પર કથિત અત્યાચારનો ઉલ્લેખ છે. તે કહે છે કે અલ કાયદા આ બધી ઘટનાઓથી દુઃખી છે અને તે દરેક કેસનો બદલો લેશે અને અલકાયદાના આ પત્રમાં આતંકવાદીઓએ એટેક કરવાની ધમકી આપી છે અને તેણે કહ્યું, તે બદલો લેશે પછી ભલે ગમે તેને નિશાન બનાવવું પડે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.