અમદાવાદમાં ટ્રાફિક પોલીસ ચોકીમાં ચાલી રહી હતી શરાબ અને કબાબની પાર્ટી ,કર્મચારીઓ રંગેહાથ કેમેરામાં ઝડપાયા

પોલીસ એ એક રક્ષક તરીકે કામગીરી કરે છે. પરંતુ અમદાવાદની એક પોલીસ ચોકી જ્યાં ખુદ રક્ષકો એટલે પોલીસ કર્મીઓ જ દારુની મજા માણતા ઝડપાયા હતા તેમજ સીજી રોડ પર આવેલી સરદાર પટેલ સ્ટેડિયમ ટ્રાફિક પોલીસ ચોકીમાં જ પોલીસ કર્મચારીઓ ખુલ્લેઆમ કબાબ સાથે દારુ પીતા એક ખાનગી ન્યૂઝ ચેનલના કેમેરામાં રંગેહાથ ઝડપાયા હતા. પોલીસ ચોકીમાં દારુની બોટલ ઝડપાઈ છે, તો નોનવેજ પણ જોવા મળ્યું છે અને પોલીસ કર્મીઓ દ્વારા જ આ પ્રકારે પાર્ટી કરવી સમગ્ર પોલીસ વિભાગ માટે શરમજનક બાબત છે.

મળતી માહિતી અનુસાર, આ મહેફિલમાં પોલીસ કર્મચારી અનેટ્રાફિક વોર્ડનહતા. જેમાં દિનેશ પટ્ટણી, રાકેશ પટ્ટણી, સોનું પાલ અને એએસઆઇ કાંતિભાઈ સામેલ હતા.અને દારુ પાર્ટી કરતા હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. ગાંધીના ગુજરાતમાં રક્ષકો જ દ્વારા દારુ પીવામાં આવી રહ્યો છે.

આ ઘટનાને લઇને પોલીસની ટીમ ઘટનાસ્થળે પોલીસ ચોકીમાં પહોંચી હતી અને પંચનામુ કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આરોપી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તમામ સામે ફોજદારી ગુનો નોંધવામાં આવશે. કોણ દારુની બોટલ લાવ્યું અને ક્યાંથી લાવ્યા તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે.

અમદાવાદ પોલીસ કમિશનરનું કહેવું છે કે, અમદાવાદ પોલીસ દારુબંધીનો અમલ કરાવવા માટે કામ કરી રહી છે. દારુબંધીના કાયદાનો ભંગ કરનારા આ પ્રકારના પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.