રાજસ્થાન અને હરિયાણાથી લાવવામાં આવેલા દારૂના જથ્થા સહિત રૂ.43.88 લાખના મુદ્દામાલ કબજે લેવાયો
બંને આઇસરમાં એશિયન પેન્ટના ડબ્બા અને ખુરશીની આડમાં દારૂનો જથ્થો છુપાવી હેરાફેરી કરાઇ રહી હતી
દારૂના બંને બનાવમાં વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે સ્થાનિક પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચૂંટણી ટાણે દારૂની હેરાફેરી:રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા વડોદરા પાસે 27.15 લાખનો દારૂ ભરેલા 2 આઇસર ટેમ્પો ઝડપાયા, 3ની અટકાયત
વડોદરા21 કલાક પહેલા
વડોદરા પાસે બે સ્થળો પરથી દારૂનો જથ્થો ઝડપાયો
રાજસ્થાન અને હરિયાણાથી લાવવામાં આવેલા દારૂના જથ્થા સહિત રૂ.43.88 લાખના મુદ્દામાલ કબજે કરાયો
બંને આઇસરમાં એશિયન પેન્ટના ડબ્બા અને ખુરશીની આડમાં દારૂનો જથ્થો છુપાવી હેરાફેરી કરાઇ હતી
દારૂના બંને બનાવમાં વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે સ્થાનિક પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
વડોદરા જિલ્લામાં પોલીસે બે સ્થળે દારૂનો જથ્થો ભરેલી બે આઇસર ગાડી ઝડપી પાડી હતી. પોલીસે હાલોલ-વડોદરા રોડ પર આમલીયારા અને આસોજ પાસેથી બે ગાડીમાં છુપાવીને લઇ જવાતા રૂ.27.15 લાખ કિંમતના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ પોલીસે દારૂના જથ્થા સહિત કુલ રૂ. 43.88 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ શખસોની અટકાયત કરવામાં આવી છે.
ગાડીમાંથી રૂ.19.15 લાખ કિંમતની દારૂની 4788 બોટલો મળી
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે દારૂનો જથ્થો ભરેલી એક આઇસર ગાડી હાલોલ રોડ થઇ વડોદરા તરફ જનાર છે તેવી બાતમી મળી હતી. પોલીસે મળેલી બાતમીના આધારે જિલ્લા એલસીબીએ આજે આમલીયારા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી.અને બાતમી મુજબની ગાડી આવતા તેને રોકીને તપાસ કરતા રૂ.19.15 લાખ કિંમતની દારૂની 4788 બોટલો મળી હતી. આ અંગે ડ્રાઇવર જલારામ ઘીમારામ બિશ્નોઇ(રહે.અલીવાવ, તા.સાંચોર, રાજસ્થાન)ની અટકાયત કરી હતી.
પોલીસે ડ્રાઇવરની અટકાયત કર્યાં બાદ પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો સાંચોર તાલુકાના બાવેલ્લામાં રહેતા હીરાલાલ ભક્તારામ બિશ્નોઇએ ભરાવીને આપ્યો હોવાની કબુલાત કરી હતી. અને પોલીસે દારૂનો જથ્થો, એક મોબાઇલ અને ગાડી મળીને કુલ રૂ. 27.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ ડ્રાઇવર પાસેથી મળેલી બિલ્ટીમાં ગાડીમાં એશિયન પેઇન્ટના ડબ્બા ભર્યાં હોવાનો ઉલ્લેખ હતો. આ અંગે તાલુકા પોલીસમાં ગુનો નોંધી એલસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.
આ ઉપરાંત બીજા એક બનાવમાં હાલોલ-વડોદરા રોડ પર આસોજ ગામ પાસે એલસીબીએ બાતમીના આધારે વોચ ગોઠવી એક આઇસર ટેમ્પોને રોકી તેમાં તપાસ કરતા ટેમ્પામાં લક્ઝરી બસની ખુરશીઓ ભરેલી જણાઇ હતી. આ ખુરશીઓ સાઇડ પર કરીને તપાસ કરતા અંદર દારૂની પેટીઓ મળી હતી. પોલીસે રૂ.8 લાખ કિંમતની દારૂની 8016 બોટલો કબજે કરી ગાડીના ચાલક રવિન્દ્ર ધૂપસિંહ જાટ(રહે.નાવાસ, રાજસ્થાન) અને લાલારામ બત્તીરામ મીના(રહે.પ્રતાપનગર સેક્ટર-11, જયપુર, રાજસ્થાન)ની અટકાયત કરી બંનેની પૂછપરછ કરતા દારૂનો જથ્થો હરિયાણામાં રહેતા નિરવ શર્મા નામના શખસે ભરી આપ્યો હોવાની કબૂલાત કરી હતી. અને પોલીસે કુલ રૂ.16.63 લાખનો મુદ્દામાલ કબજે કરી આ અંગે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.