વિશ્વના સૌથી વધુ વેતન મેળવતા સીઇઓમાં પ્રથમ સ્થાને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈનું નામ આવે છે.
ત્યારબાદ એલન મસ્ક, ટિમ કૂક અને સત્ય નડેલા જેવી હસ્તીઓ આવે છે. પરંતુ બ્રિટનની એક મહિલા સીઇઓએ પગાર મામલે આ બધાને પાછળ છોડી દીધા છે.
53 વર્ષિય કૉટ્સ બ્રિટનની સૌથી ધનિક મહિલા પણ છે અને હવે તે વિશ્વના સૌથી વધુ વેતન મેળવતા સીઈઓની યાદીમાં પણ જોડાઈ ગયા છે.
હાલમાં, કંપનીની કુલ સંપત્તિ આશરે 30 હજાર કરોડ રૂપિયા છે. કંપનીને 2020માં 28,400 કરોડની આવક થઈ છે, જે પાછલા વર્ષ કરતા 8 % ઓછી હતી.
તેઓ શેફિલ્ડ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં સ્નાતક થયા હતા. ત્યારબાદ, પિતાની જુગારની દુકાનોના એકાઉન્ટન્ટ બન્યા હતા. તેઓ 22 વર્ષની ઉંમરે એમડી બની ગયા હતા. તેમણે સ્ટોર્સની સંખ્યામાં વધારાની સાથે વ્યાપારને ઑનલાઇન કરવાનો નિર્ણય કર્યો હતો. તેઓ સ્ટોક સિટી ફૂટબોલ ક્લબના પણ માલિક છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.