અલગ અલગ રાજ્યોને 6177 મેટ્રિક ટન ઑક્સિજન સપ્લાઈ કરાશેઃ પીયૂષ ગોયલ

કેટલાક રાજ્યોની હોસ્પિટલોમાં દર્દીઓ માટે ઘણી મુશ્કેલીઓ ઉઠાવવી પડી રહી છે. આ વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને એક ડઝનથી વધુ રાજ્યોને તાત્કાલિક વધુ માત્રામાં ઑક્સિજન સપ્લાઈ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા સમીક્ષા બેઠક કરી હતી, જેમાં 50 હજાર મેટ્રિક ટન મેડિકલ ઑક્સિજન આયાત કરવાનો નિર્ણય લેવાયો હતો. સાથે પીએમ કેયર્સ ફંડ હેઠળ બની રહેલી 100 નવી હોસ્પિટલોમાં ઑક્સિજન પ્લાન્ટ લગાવવા પર પણ મહોર લગાવવામાં આવી હતી.

અલગ અલગ રાજ્યોને 6177 મેટ્રિક ટન ઑક્સિજન સપ્લાઈ કરવામાં આવશે. માત્ર કોર 9 સેક્ટરોને છોડીને બાકી તમામ ઇન્ડસ્ટ્રીને ઑક્સિજનની સપ્લાઈ 22 એપ્રિલ સુધી રોકી દેવામાં આવી છે, જેથી હોસ્પિટલોને યોગ્ય માત્રામાં ઑક્સિજન મળી શકે.

પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, કોરોના આવતા પહેલા ભારતમાં દરરોજ 1000-1200 મેટ્રિક ટન ઑક્સિજનની જરૂરિયાત હતી, પરંતુ 15 એપ્રિલે 4,795 મેટ્રિક ટન મેડિકલ ઑક્સિજનનો ઉપયોગ થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.